Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમી વધતા આગના બનાવમાં વધારો:વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વાહનો અને હોસ્પિટલમાં આગથી અફરાતફરી

    8 hours ago

    વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમીને કારણે વાહનો આગની ઝપેટમાં આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં વાહનોમાં આગ લાગવાના બે બનાવો સામે આવ્યા છે, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સાથે સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પંડ્યા બ્રિજ પાસે ફોર વ્હિલરમાં આગ પ્રથમ બનાવ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલી પોલિટેકનિક કોલેજ સામે બન્યો હતો, જ્યાં ચાલુ વાહને એક તુફાન ફોર-વ્હીલર જીપમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જીપમાં આગ લાગતા જ આસપાસના માર્ગ પર ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, ચાલકે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક વાહનને રોડની સાઈડ પર લીધું હતું અને સમયસર બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આજવા-નિમેટા પાસે રેતી ભરેલી ટ્રક સળગી ઉઠી બીજો બનાવ શહેર નજીક આવેલા આજવા-નિમેટા વિસ્તારની આસપાસ બન્યો હતો. અહીં રસ્તા પર ઊભેલી રેતીની એક ટ્રકમાં અચાનક આગ ભડકી ઊઠી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોતજોતામાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. બંને બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વધતી જતી ગરમીની સિઝનમાં વાહનોમાં ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટનું જોખમ વધી જતું હોય છે, ત્યારે નાગરિકોએ પોતાના વાહનોની સમયસર જાળવણી કરવી અને જરૂરી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. સયાજી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ આ સાથે શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બહાર પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે સ્થાનિક કર્મચારીઓ અને ફાયર જવાનોએ અગ્નિશમન શસ્ત્રોનો ઉપયોગ કરીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં સફળતા મળતા હાશકારો અનુભવ્યો હતો. જો આગ વધુ વિકરાડ બની હોત તો દોડધામ મચી જાત. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    IIT Madras To Map Human Brains In 3D To Better Understand Brain Diseases
    Next Article
    કાલિકા માતાજી મંદિરમાં આસો નવરાત્રીની પાંચમે વિશેષ શણગાર:માતાજીને નવા અલંકારો પહેરાવાયા, મંદિર દેશ-વિદેશના ફૂલોથી સજાવાયું; આઠમે વધુ ભવ્ય ડેકોરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment