Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સોલાની એમ્પાયર સ્કાયલાઇન સોસાયટીમાં ચોથા નોરતે ગરબાની રમઝટ, પરંપરા અને આધુનિક સંગીતના સુમેળ સાથે ઉત્સાહભેર ઉજવણી થઈ

    14 hours ago

    સોલા વિસ્તારમાં આવેલી એમ્પાયર સ્કાયલાઇન સોસાયટીમાં શારદીય નવરાત્રીના ચોથા નોરતે ગરબાની રમઝટ જામી હતી. પરંપરા અને આધુનિક સંગીતના સુમેળ સાથે યોજાયેલા આ મહોત્સવે સોસાયટીમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું. સોસાયટીના પ્રાંગણમાં ખેલૈયાઓએ રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયાં જેવા પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબા કર્યા. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત તમામ ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ડીજેના ધમાકેદાર તાલ અને લોકપ્રિય ગરબા ગીતોએ માહોલને જીવંત બનાવ્યો. સંગીતના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા અને આનંદની લહેરો છવાઈ ગઈ. આ આયોજનથી સોસાયટીના રહીશો એકબીજાની નજીક આવ્યા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરી, જે એક યાદગાર સાંજ બની રહી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં:કેટલાક શ્રમિકો બચવા માટે ભાગ્યાં, એમ્બ્રોડરીના એકમોમાં રવિવારની રજા સહિતની માંગ સાથે મહાઆંદોલન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્રિના ચોથા નોરતે ગરબાનો ઉત્સાહ, રહીશોએ ભક્તિ અને આનંદ સાથે મા આદ્યશક્તિની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment