Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં માતાએ જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી:બેભાન થવાનું નાટક કરી કોઈએ હત્યા કર્યાની ખોટી સ્ટોરી ઘડી; અન્ય સાથે પ્રેમ હોવાથી દીકરી ગમતી નહોંતી

    1 day ago

    રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની જનેતા જ હોવાનું સામે આવ્યું છે. પતિ સાથે થઈ રહેલા ઝઘડાને લીધે પરિણીતા પોતાની બાળકી સાથે માવતર રહેતી હતી. તેણીને અન્ય પ્રેમસંબંધ હોવાના લીધે અને બાળકી ગમતી ન હોવાથી તેને પાંચમા માળેથી ફેંકી દીધાની માતાએ જ પોલીસ સામે કબૂલાત કરી છે. માતા પુનમબેન સાકરીયાએ ખોટી સ્ટોરી ઊભી કરી પોલીસને પણ ગુમરાહ કરી હતી 14 ઓક્ટોબરના મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 12 ઓક્ટોબરના સાંજે હું બાથરૂમમાં હતી ત્યારે મને મમ્મી-મમ્મી એવો અવાજ સંભળાયો. હું તરત બહાર નીકળી અને બધાના ઘરે પૂછવા ગઈ કે ઢીંગું અહીં છે? તો બધાએ કહ્યું કે અહીં નથી. જે બાદ હું ચોથા માળે બે ત્રણ ઘરે પૂછવા ગઈ તો ત્યાંથી પણ એવો જવાબ મળ્યો કે ઢીંગું અહીં નથી. જે બાદ હું પાંચમા માળે ગઈ તો બધા વાતો કરતા હતા કે, કોઈનું બાળક નીચે પડ્યું છે. હું લિફ્ટથી નીચે ગઈ તો મારી જ પુત્રી સ્નેહલ હતી. આટલી વાત જણાવતા સમયે પુનમબેને બેથી ત્રણ વાર બેભાન થવાનું પણ નાટક કર્યું હતુ. આ સમયે તેના મોઢા પર પાણી છાંટી જગાડ્યાં હતા. 4 ફૂટ ઊંચી દીવાલ પર બાળકી જાતે ચડી શકે તેમ ન હોવાથી શંકા દ્રઢ થઈ ગત 12 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ શહીદ ઉધમસિંહ ટાઉનશીપના સી-વિંગમાં રહેતા જગદીશભાઈ પરસોડાની દોહિત્રી સ્નેહલ (ઉં.વ. 2 વર્ષ 4 મહિના) પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ 4 ફૂટ જેવી ઊંચી દિવાલ છે. આ દિવાલ પર બાળકી કોઇ રીતે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઊંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઈ, મામા સહિતે દર્શાવતા બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે તપાસ હાથ ધરી માતા, પરિવારજનો અને પડોશીઓ સહિત 15 લોકોની આકરી પૂછપરછ કરી હતી. પંચનામાની કાર્યવાહી બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. માતાની આકરી પૂછપરછ કરતા કબૂલાત આપીઃ PI પીઆઇ જી.આર. ચૌહાણે જણાવ્યું હતું કે, શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં બાળકીને પાંચમા માળેથી કોઈએ ફેંકી દીધી હતી. અહીં સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા, પરંતુ તેમાં રેકોર્ડિંગ ન થતું હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતમાં પરિવારજનો અને આસપાસના પડોશીઓની પૂછપરછ કરી તેમાં એવું જાણવા મળ્યું કે છેલ્લા બે ત્રણ દિવસથી કોઈ વ્યક્તિ કપડા, ચાદર, ગોદડા, ચપ્પલ અને કુંડા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. બાળકીની માતાએ પણ પોતે ખોટી સ્ટોરી કરી હતી કે, બાળકીને કોઈએ ફેંકી દીધી છે. પરંતુ માતાની આકરી પૂછપરછ કરતા તેને પોતે જ બાળકીને ફેંકી દીધાની કબૂલાત આપી છે. હવે બાળકીના પિતાને ફરિયાદી બનાવવા માટેની તજવીજ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ઇન્ટરનેટ-મેટ્રો બંધ કરવા બદલ કેન્દ્રએ માફી માંગી:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; CJPના વિરોધપ્રદર્શનમાં 7 હજાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કર્ણાવતી એપાર્ટમેન્ટ 2 માં નવરાત્રીનું આયોજન, અમદાવાદના નારોલ વિસ્તારમાં નાના પાયે ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment