Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાને પિતા સલીમ ખાન પર પ્રેમ લૂંટાવ્યો:કાઉબોય હેટમાં ટ્વિનિંગ કર્યું, ફોટો શેર કરીને લખ્યું- 'બાપ તો બાપ હોય, તે સાચા મોન્સ્ટર છે'

    1 day ago

    બોલિવૂડ સ્ટાર સલમાન ખાને બુધવારે મોડી રાત્રે પોતાના પિતા સલીમ ખાન સાથે તસવીરો શેર કરી. આ તસવીરોમાં બંને મેચિંગ કાઉબોય હેટ પહેરેલા જોવા મળ્યા. સલમાને પિતા સલીમ ખાન સાથેની તસવીરોની સિરીઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. પહેલી 3 તસવીરોમાં સલમાન ખુરશી પર બેઠેલા સલીમને પાછળથી ગળે લગાવતા જોવા મળ્યો. આ ટ્વિનિંગ મોમેન્ટમાં સલમાન ખૂબ ખુશ જોવા મળ્યો. છેલ્લી તસવીરમાં સલમાન પિતાની પાસે બેઠેલો અને તેમનો હાથ પકડેલો જોવા મળ્યો. તસવીરો શેર કરતાં સલમાને લખ્યું, “હાઉડી પાર્ટનર! હી-હૉ! 91 વર્ષની ઉંમરે એક... બાપ તો બાપ હોય છે. તેઓ અસલી મૉન્સ્ટર છે. આપણા બધાના પિતામાં દમ છે. વંદે માતરમ્.” તેણે આગળ લખ્યું, “એક દિવસ વધુ નથી મળતો, એક દિવસ ઓછો થઈ જાય છે. તમે લોકો સમજી રહ્યા છો? ભગવાન દયાળુ રહ્યા છે.” સલમાન હજુ પણ પિતા પાસેથી કારકિર્દી અંગે સલાહ લે છે 'વેરાયટી ઈન્ડિયા'ને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને જણાવ્યું હતું કે, તે હજુ પણ પિતા પાસેથી કારકિર્દી અંગે સલાહ લે છે. તેણે કહ્યું, “આજે પણ જો હું કોઈ બાબતને લઈને મૂંઝવણમાં હોઉં, તો હંમેશાં તેમની પાસે જાઉં છું. તેઓ જે કહે છે, હું એ જ કરું છું.” સલમાને આગળ કહ્યું હતું, “સામાન્ય રીતે લોકો તમારી પાસે સલાહ લેવા આવે છે અને પછી જે તેમને કરવું હોય છે, એ જ કરે છે. મારા કિસ્સામાં એવું નથી.” સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ થયા હતા સલીમ ખાનને 17 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બ્રેન હેમરેજ થયું હતું. ડૉક્ટરોએ તેમને આઈસીયુમાં દેખરેખ હેઠળ રાખ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. લગભગ એક મહિનો હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. 21 માર્ચ 2026ના રોજ ઈદના અવસરે સલીમ ખાન હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સલમાન અને પરિવારના અન્ય સભ્યો સાથે મુંબઈસ્થિત પોતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બાલ્કનીમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા અને તેમણે ચાહકોનું અભિવાદન કર્યું હતું. પૌત્રીના પ્રથમ જન્મદિવસે પહોંચ્યા હતા સલીમ ખાન તાજેતરમાં 5 ઑક્ટોબરે સલીમ ખાન પોતાની પૌત્રી સિપારાના પ્રથમ જન્મદિવસના અવસરે પણ જોવા મળ્યા હતા. સિપારા અરબાઝ ખાન અને શૂરા ખાનની દીકરી છે. 1960ના દાયકામાં કારકિર્દીની શરૂઆત થઈ હતી સલીમ ખાન હિન્દી સિનેમાના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટર્સમાં ગણાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક્ટિંગથી કરી હતી. 1960ના દાયકામાં ફિલ્મ ‘બારાત’થી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ ફિલ્મોમાં તેમને મર્યાદિત અને નાની ભૂમિકાઓ જ મળી. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને અહેસાસ થયો કે, એક્ટિંગ તેમની વાસ્તવિક તાકાત નથી. ત્યારબાદ તેઓ લેખન તરફ વળ્યા અને સ્ક્રિપ્ટ રાઇટર બની ગયા. ‘સલીમ-જાવેદ’ની જોડી પ્રસિદ્ધ થઈ સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ‘સલીમ-જાવેદ’ના નામથી જાણીતી રહી છે. બંનેએ મળીને હિન્દી સિનેમાને 'ઝંજીર', 'દીવાર', 'શોલે', 'ડોન' અને 'સીતા ઔર ગીતા' જેવી અનેક સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી. આ ફિલ્મોની દમદાર કહાણીઓ અને સંવાદો લોકોના દિલોમાં વસી ગયા. તેમણે લખેલી સ્ક્રિપ્ટે ફિલ્મોનો અંદાજ બદલી નાખ્યો. તેમણે મજબૂત પાત્રો, સંવાદો અને સામાજિક મુદ્દાઓને વાર્તાનો હિસ્સો બનાવ્યા. સલીમ-જાવેદની સફળતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકોને નવી ઓળખ અને સન્માન મળ્યું અને તેમને પણ સ્ટાર્સની જેમ મહત્વ મળવા લાગ્યું.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Indian Festival 2026: Best Deals on Samsung Smartphones, Tablets, Smart TVs, More
    Next Article
    દિલ્હીમાં ઇન્ટરનેટ-મેટ્રો બંધ કરવા બદલ કેન્દ્રએ માફી માંગી:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; CJPના વિરોધપ્રદર્શનમાં 7 હજાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment