Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કોલેજ ગ્રાઉન્ડમાં નવરાત્રિના ચોથા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:મહિલાઓએ બાળકોને તેડી ગરબા રમ્યા, સેલ્ફી-વીડિયો બનાવી પળો કેદ કરી

    1 day ago

    વલસાડ શહેરના કોલેજ ગ્રાઉન્ડમાં ધ રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના ચોથા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓ અને મહિલાઓએ ગરબાના વિવિધ સ્ટેપ્સ પર તાલ મિલાવી ઉત્સવની મજા માણી. સમગ્ર ગ્રાઉન્ડમાં ગરબાના તાલે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો. આ પર્વમાં પરિવાર સાથે ગરબા રમવા આવેલા લોકોમાં પણ ઉત્સાહ હતો. કેટલીક મહિલાઓ અને યુવકો નાનાં બાળકોને તેડીને ગરબે ઘૂમતા દેખાયા. બાળકોને સાથે રાખીને ગરબા રમવાની આ પળોએ ઉત્સવમાં પારિવારિક માહોલની સુંદર ઝલક રજૂ કરી. આજના ડિજિટલ યુગની ઝલક પણ ગરબા ગ્રાઉન્ડમાં જોવા મળી. મહિલાઓના વિવિધ ગ્રુપે પોતાના મોબાઇલમાં સેલ્ફી અને વીડિયો બનાવી યાદગાર પળો કેમેરામાં કેદ કરી. કેટલાક ખેલૈયાઓએ મિત્રો સાથે વીડિયો કોલ કરીને ગરબાની મજા વહેંચી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ક્રિષ્ના રેસિડેન્સીમાં ચોથા નોરતે પ્રાચીન ગરબાનું આયોજન, નાના બાળકોથી વડીલો સુધી સૌ કોઈ માતાજીની ભક્તિમાં લીન થયા
    Next Article
    Lawyer Or Not? New White House Press Secretary's Law Degree In Question

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment