Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પ્રાચીન-અર્વાચીનનો અનોખો સમન્વય:બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ, ચોથા નોરતે શ્રીનાથજીની ઝાખી નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા

    1 day ago

    રાજકોટના નાનામૌવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં એક અનોખી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે. નવરાત્રિનાં ચોથા નોરતે અહીં વિશેષરૂપે શ્રીનાથજીની આકર્ષક ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે જ બાળાઓએ પરંપરાગત તાલે રાસની રમઝટ બોલાવી હતી. અહીં ભાગ લેનારી તમામ બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ આપવામાં આવે છે. ગરબીનું મુખ્ય અને વિશેષ આકર્ષણ શ્રીજીની ઝાંખીઃ પ્રમુખ સોસાયટીનાં પ્રમુખ રાજુ સાવલિયાનાં જણાવ્યા મુજબ, અહીં છેલ્લા 19 વર્ષથી ખૂબ જ ભવ્યતાપૂર્વક આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીનું મુખ્ય અને વિશેષ આકર્ષણ શ્રીજીની ઝાંખી છે, જે અદભુત બાળાઓ દ્વારા સુંદર રીતે તૈયાર કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. સોસાયટી દ્વારા દર વર્ષે ગરબીમાં ઉત્સાહભેર ભાગ લેતી બધી બાળાઓને સોનાની અને બાળકોને ચાંદીની લહાણી આપવામાં આવે છે. આ અનોખા આયોજનને માણવા માટે આજુબાજુની સોસાયટીઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને આ ઉત્સવનો આનંદ માણે છે. આજે મેયર અને સ્ટે. ચેરમેને પણ સમગ્ર આયોજન નિહાળી પ્રશંસા કરી હતી. 'દેશ ભક્તિ સાથે ગરબીની પૂર્ણાહુતિ થાય છે' વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં રોજ સાંજે માતાજીની આરતી બાદ નાની બાળાઓનાં રાસથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે. બાદમાં જુદા-જુદા આકર્ષક કોસ્ચ્યુમમાં સજ્જ બાળકો અને મોટી બાળાઓ દ્વારા ભુવા રાસ સહિતનાં વિવિધ પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. રાત્રે 11 વાગ્યા પછી સોસાયટીનાં તમામ રહેવાસીઓ ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, ટીટોડો અને સનેડો સહિતનાં વિવિધ અર્વાચીન રાસ લઈને સામુહિક ગરબા માણે છે. બરાબર રાત્રે 12 વાગ્યે આ ભવ્ય ઉત્સવના અંતે વંદે માતરમનાં તાલે અને દેશભક્તિના માહોલ સાથે ગરબીની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. લોકો માટે પ્રસાદી અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના માટે કોઈની પાસેથી ક્યારેય ફાળો માંગવામાં આવતો નથી, પરંતુ સ્થાનિક લોકોને દાતાઓ સ્વેચ્છાએ પોતાની ઈચ્છા મુજબ સહયોગ આપે છે. જે સહયોગનાં આધારે આખું આયોજન કરવામાં આવે છે. તેમજ દરરોજ અહીં રમવા અને દર્શન કરવા આવનાર તમામ લોકો માટે પ્રસાદી તથા નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં આ ગરબીમાં ભાગ લેનારી બાળાઓને સોનું અને બાળકોને ચાંદીની ભેંટ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    OnePlus Ace 7 Leaked Schematics Show Dual-Airflow Cooling Architecture; Launch Timeline Tipped
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચિડ એક્ઝોટીકા માં ચોથા નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, બે તાળી અને ટીંબલી ગરબાના તાલે ઝૂમી, સેલ્ફી પોઈન્ટ પર ફોટો લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment