Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણામના દિવસે વિજેતા પક્ષના સમર્થકો પર ધોકા-પાઈપથી હુમલો:પેથાપુરમાં મારામારી મામલે કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમાર સામે ફરિયાદ

    2 days ago

    ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પેથાપુરમાં રાજકીય અદાવતમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં વોર્ડ નં 4ના ઉમેદવાર વિજયી બનતા તેમના વિજય સરઘસ બાદ કોંગ્રેસી ઉમેદવાર યુનુસ પરમાર અને તેમના જૂથે વિજેતા પક્ષના સમર્થકો પર લાકડી-પાઈપથી હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનામાં એક યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મંગળવારે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વોર્ડ નં.4ના ઉમેદવાર મિત્તલબા વાઘેલા અને જસપાલસિંહ બિહોલાનો વિજય થયો હતો. જીત બાદ પેથાપુરના તળપોજ ચકલાથી વિજય સરઘસ નીકળ્યું હતું. સરઘસ પૂરું થયા બાદ તળપોજ ચકલામાં રહેતા તોસીફ પરમાર અને પરિવારજનો પોતાના ઘરે જતાં હતાં. દરમિયાન, યુનુસ પરમાર અને તેમના કુટુંબીજનોએ તોસીફભાઈના ઘરે જઈ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. મહિલાઓએ ફોન કરી જાણ કરતા તોસીફભાઈ અને તેમના મિત્રો ઘરે દોડી આવ્યા હતા, ઘટનાસ્થળે પહોંચેલા તોસીફભાઈ અને તેમના સાથીઓએ વચ્ચે પડી ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ સામે પક્ષેથી 13 જેટલા નામજોગ લોકો અને અન્ય 4 શખ્સ ભેગા થયા હતા. આરોપીઓએ “તમે નવીનવાઈની ચૂંટણી જીતી ગયા છો, ગામ છોડી દો નહીંતર રોજ મારીશું” તેવી ધમકીઓ આપી હતી. આ બોલાચાલી દરમિયાન હુસેન ઇકબાલ પરમારે લાકડાનો ધોકો તોસીફભાઈના મિત્ર મોસીનભાઈ શેખના માથામાં મારતાં તેઓ લોહીલુહાણ થયા હતા. આ ઉપરાંત મહિલાઓ સહિતના આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. ઝઘડાના અવાજથી લોકો દોડી આવતા હુમલાખોરો “આજે તો બચી ગયા છો, હવે પછી લાગમાં આવશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી ભાગી ગયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા મોસીનભાઈ શેખને તાત્કાલિક ગાંધીનગરની ‘નમોસ્તુતે હોસ્પિટલ’માં સારવાર અર્થે દાખલ કર્યા છે. મારામારી દરમિયાન મોસીનભાઈનો 2 તોલાનો સોનાનો દોરો અને મોબાઈલ ફોન ક્યાંક પડી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક: સાહિત્યએ પણ નવાં કલેવર ધરવા પડે:છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિજેતાની ઘોષણાએ વિશ્વભરના સાહિત્ય રસિયાને મૂક્યા છે આશ્ચર્યમાં
    Next Article
    Uttarakhand Murder Victim's Parents Briefly Detained During Protest In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment