Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાપીર ચાર રસ્તા પાસે બ્રિજના નિર્માણને કારણે ડાયવર્ઝનથી અકસ્માતનો ભય:ટ્રાફિક સમસ્યા નિવારવા ડિવાઇડર તોડતાં રોંગ સાઈડમાં વાહનોની અવરજવર વધી

    3 days ago

    બાલાપીર ચાર રસ્તા પાસે બ્રિજ નિર્માણના કારણે મુખ્ય માર્ગ પર પતરાં લગાવી અનેક ડાયવર્ઝન આપ્યાં છે. પોર ગામ તરફથી આવતા વાહનચાલકોને અડાલજ તરફ વળી ગાંધીનગર જવું પડતું હતું. આ દરમિયાન ડિવાઈડરના નાના કટમાંથી પસાર થતાં ઝુંડાલ તરફથી આવતાં વાહનોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યા દૂર કરવા તંત્રએ પતરાં પાસેના ભાગના ડિવાઈડર તોડી નાખ્યાં છે. હવે. આ ફેરફારના કારણે વાહનો રોંગ સાઈડમાં પસાર થતાં નવી સમસ્યા સર્જાઈ છે. ગાંધીનગરના બાલાપીર ચાર રસ્તા પાસે બ્રિજના નિર્માણની કામગીરીને કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. નિર્માણકાર્યના કારણે મુખ્ય માર્ગ પર પતરાં લગાવામાં વાહનવ્યવહાર માટે અનેક સ્થળે ડાયવર્ઝન આપ્યાં છે. તેના કારણે પોર ગામ તરફથી આવતાં વાહનોને અડાલજ તરફ ડાયવર્ટ થઈ ગાંધીનગર જવું પડે છે. આ વ્યવસ્થા દરમિયાન વાહનચાલકોને ડિવાઈડરની વચ્ચે આવેલા નાના કટમાંથી પસાર થવું પડતું હતું. જોકે, ઝુંડાલ તરફથી આવતાં વાહનોની અવરજવર વચ્ચે આ કટ પરથી પસાર થતાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. વાહનોની સંખ્યા વધતાં અહીં અવરજવરમાં અડચણ ઊભી થતી હતી, જેના નિરાકરણ માટે તંત્રએ પતરાં પાસેના ભાગમાં ડિવાઈડર તોડી નાખ્યાં છે. જોકે, ડિવાઈડર દૂર કરવાથી હવે વાહનચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારી રહ્યા છે. જેથી એક તરફ ટ્રાફિકની સમસ્યા ઘટાડવા કરેલા ફેરફારથી વાહનોની અવરજવરની નવી સમસ્યા ઊભી થઈ છે. આ સ્થિતિમાં વાહનવ્યવહાર વ્યવસ્થિત રહે અને વાહનચાલકોની સુરક્ષા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષે ફરિયાદો બાદ તંત્રને ભાન થયું:કાશી વિશ્વનાથ મંદિર પાછળ બનાવેલી કાંસનું પાણી પાછું પડ્યું,1 કરોડ માથે પડ્યા, ફરી દોઢ કરોડ ખર્ચાશે
    Next Article
    આપઘાતનો પ્રયાસ:ટુકડા ગોસા ગામે રિસામણે આવેલી પરિણીતાએ કૂવામાં ઝંપલાવતાં બચાવવા માતા પણ કૂદી : બંનેનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment