Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજિસ્ટ્રારની કાર્યવાહી બાદ બેંકનું રાજકારણ ગરમાયું:બોર્ડ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો, સામે પૂર્વ ચેરમેન બોલ્યા "આંતરિક જૂથવાદ અને રાજકીય કીન્નાખોરીનો ભોગ બન્યા" - પૂર્વ ચેરમેન રસિક ભિંગરાડિયા

    5 days ago

    ​"માત્ર હોદ્દા પરથી દૂર કરવાથી વાત પૂરી નહીં થાય", ભ્રષ્ટ સત્તાધીશો સામે FIR અને જેલની માંગ - યુવરાજસિંહ જાડેજા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ભ્રષ્ટાચાર અને ભરતી કૌભાંડના આક્ષેપો વચ્ચે ચેરમેન સહિત 4 હોદ્દેદારોને બરખાસ્ત કરાતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે જેમાં ખેડૂત આગેવાન અને યુવરાજસિંહ જાડેજા દ્વારા દોષિતો સામે FIR નોંધી જેલભેગા કરવાની અને 80 કર્મચારીઓને બરતરફ કરવાની માગ કરાઈ છે, તો બીજી તરફ દૂર કરાયેલા પૂર્વ ચેરમેને આ કાર્યવાહીને રાજકીય કીન્નાખોરી અને આંતરિક જૂથવાદ ગણાવી ન્યાયતંત્રના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે. ખેડૂત આગેવાનના ગંભીર આક્ષેપો APMC ડાયરેક્ટર અને ખેડૂત આગેવાન ભીખાભાઈ ઝાઝડિયાએ જણાવ્યું હતું કે, બેંકમાં 80 કર્મચારીઓની ભરતી સંપૂર્ણ ગેરકાયદેસર હતી. 1200 ઉમેદવારોમાંથી યોગ્યતા વિનાના, 50 ટકાથી ઓછા ગુણ ધરાવતા સત્તાધીશો તેમજ ડાયરેક્ટરોના સગા-સંબંધીઓની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત, સોફ્ટવેર રિન્યુઅલમાં રૂ. 7.34 કરોડની ગોબાચારી, રૂ. 10 કરોડની ગેરકાયદેસર લોન માંડવાળ અને સાઇબર ફ્રોડ જેવા મુદ્દે લડત બાદ રજિસ્ટ્રારે આ કાર્યવાહી કરવી પડી છે. આગામી સમયમાં ગેરકાયદે લાગેલા 80 કર્મચારીઓને દૂર કરવાની લડત પણ ચાલુ રહેશે. આંતરિક જૂથવાદ અને કીન્નાખોરીનો બચાવ સત્તા પરથી દૂર કરાયેલા પૂર્વ ચેરમેન રસિકભાઈ ભિંગરાડિયાએ આ કાર્યવાહીને ગેરકાયદેસર અને રાજકીય કીન્નાખોરી ગણાવી છે તેમણે જણાવ્યું કે, ઓડિટ પેરાના મુદ્દાઓને નોટિસ બનાવીને ઉતાવળે રાત્રે 10:30 વાગ્યે એજન્ડા કાઢી સવારે 10:30 વાગ્યે ચૂંટણી કરી દેવાઈ, જે નિયમ વિરુદ્ધ છે. બેંકના તમામ નિર્ણયો બોર્ડ અને કમિટીની મંજૂરીથી જ લેવાયા છે સંગઠનમાં ખુરશી મેળવવા માટે ઘરના જ લોકોએ આંતરિક જૂથવાદ આચરીને તેમનો ભોગ લીધો છે ભરતી અંગે તેમણે ખુલાસો કર્યો કે, એજન્સી દ્વારા પ્રક્રિયા પૂરી થઈ હતી અને શંકાસ્પદ જણાતા કેટલાક લોકોને 11 મહિના બાદ કાયમી કરાયા નહોતા. આ મામલે કોર્ટમાંથી ન્યાય મળવાની તેમને આશા છે. કૌભાંડીઓ સામે FIR અને જેલની માગ બીજી તરફ યુવા આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે, બેંકમાં છેલ્લાં બે વર્ષથી ઓળખાણવાદ, પરિવારવાદ અને નાણાકીય ગોબાચારી ચાલતી હતી. ચેરમેન રસિકભાઈ ભિંગરાડિયા, વાઇસ ચેરમેન ક્રાંતિભાઈ ધાંધલિયા, CEO આર.ડી. સરવૈયા અને GM કે. કેવડિયાને દૂર કરવા માત્રથી વાત પૂરી થતી નથી. ખેડૂતોના લોહી-પસીનાની કમાણીનું ભ્રષ્ટાચાર કરનારા તમામ જવાબદારો સામે FIR દાખલ કરી જેલમાં મોકલવામાં આવે. સાથે જ, લાગવગથી નોકરી મેળવનારા તમામ 80 કર્મચારીઓને પણ તાત્કાલિક બરતરફ કરી ભૂતકાળની તમામ ભરતીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ., તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી બાદ બેંકના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ ગરમાવો આવવાની શક્યતા છે…
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ સાંસદને JNU જાતીય સતામણી કેસમાં પોલીસની નોટિસ:તપાસમાં જોડાવા કહ્યું, 11 વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે; અકોઈજામ બોલ્યા- તપાસ રિપોર્ટ મળ્યો નથી
    Next Article
    ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત:દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, સ્પેશિયલ ટ્રેનો દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment