Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 'માં નો માંડવો' નવરાત્રી મહોત્સવમાં યુવાધન ગરબે ઘૂમ્યું:ત્રીજા નોરતે ખેલૈયાઓ માનસી કુંપાવતના સૂરે મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી

    20 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. હિંમતનગરના સિવિલ થી ગઢોડા રોડ પર આવેલા હીર પાર્ટી પ્લોટમાં ‘માં નો માંડવો 2026’ પ્રીમિયર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગરબા ગાયિકા માનસી કુંપાવતના સૂર પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. ફિનિશ ચેરિટી ટેબલ ટ્રસ્ટ અને માં નો માંડવોની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ યુવક-યુવતીઓએ માતાજીના ગરબે ઘૂમી નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હતા. ગરબાગાયિકા માનસી કુંપાવતના તાલબદ્ધ સૂર અને સંગીતના માહોલે ખેલૈયાઓમાં નવો ઉત્સાહ ભરી દીધો હતો. મોટી સંખ્યામાં લોકો ગરબાની રમઝટ માણવા ઉમટી પડ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં ભક્તિ, પરંપરા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    75 વર્ષ જૂની ગરબાની પરંપરા બોટાદમાં જીવંત:લીમડા ચોકના ખોડિયાર માતાજીના મંદિરે અખંડ દીવાની જ્યોત વચ્ચે પ્રાચીન ગરબાની આરાધના
    Next Article
    To Strike Or Not To Strike: Inside Trump, Netanyahu's Iran War Dilemma

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment