Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કૃતિના સુર સાથે ટેકનોલાજીનો ટહુકો:ક્લબ યુવીના આંગણે કલચર અને ફ્યુયરનો સમનવય એક સાથે જોવા મળ્યો, સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર રાજકોટમાં રોબોટ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યો

    7 hours ago

    સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો હતો. રાજકોટના કડવા પાટીદાર સમાજના આયોજન ક્લ્બ UV નવરાત્રી મહોત્સવમાં પૃથ્વી નામનો રોબોટ ખેલૈયાઓની સાથે ગરબા રમતો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પૃથ્વી નામનો રોબોટ મંગળવારે રાત્રે એટલે કે ત્રીજા નોરતા દરમિયાન ગરબે ઘૂમ્યો હતો એ જ રીતે આજે ચોથા નોરતે એટલે કે બુધવારે રાત્રે પણ રાજકોટના ખેલૈયાઓ સાથે ક્લ્બ UV નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમતો જોવા મળશે. આરાધનાનો મહા પર્વ એટલે નવરાત્રી આ નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ત્રીજા નોરતે રાજકોટમાં આયોજિત ક્લ્બ યુવી નવરાત્રી મહોત્સવમાં જેને આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું એ છે પૃથ્વી. અહીંયા પૃથ્વી એ કોઈ માનવી નથી પરંતુ પૃથ્વી નામનો રોબોટ છે જે માનવની જેમ જ ચાલતો, તાળી પાડતો અને ગરબાના સ્ટેપ લેતો નજરે પડ્યો હતો. દર વર્ષે કૈક નવું કરવાની નેમ સાથે આયોજન કરતા ક્લ્બ યુવી નવરાત્રી મહોત્સવના આયોજકોએ આ વર્ષે પોતાના ખેલૈયાઓને એક સરપ્રાઈઝ આપતા ત્રીજા નોરતાની રાત્રે 10 વાગ્યે પૃથ્વી નામના રોબોટને પ્રથમ સ્ટેજ ઉપર રજૂ કર્યો હતો જ્યાં તે ગાયક કલાકારો સાથે ગરબે ઘૂમટો નજરે પડ્યો હતો આ પછી મેદાનમાં અલગ સ્ટેજ બનાવી તેને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને પછી બાદમાં ક્લ્બ યુવીના ખેલૈયાઓ વચ્ચે પણ આ રોબોટ પૃથ્વી ગરબા રમતો નજરે પડ્યો હતો. આ દ્રશ્યો જોઈ સૌકોઈ આશ્ચર્ય ચકિત જરૂર થઇ ગયા હતા અને રોબોટને રમતો જોઈ પોતાના કેમેરામાં આ ક્ષણને કેપ્ચર કરી યાદગાર મુવમેન્ટ બનાવતા નજર પડ્યા હતા. ક્લ્બ યુવીના કમિટી મેમ્બર બિપીનભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર ક્લ્બ યુવી નવરાત્રી મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ક્લ્બ યુવી દ્વારા દર વર્ષે ખેલૈયાઓ માટે કૈક નવું કરવામાં આવતું હોય છે એ જ રીતે આ વખતે ક્લબ યુવીના આંગણે કલચર અને ફ્યુયરનો સમનવય એક સાથે રજૂ કરવા, સંસ્કૃતિના સુર સાથે ટેક્નોલોજીનો ટહુકો પ્રસ્તુત કરવા નક્કી કરી પૃથ્વી નામનો રોબોટ ક્લ્બ યુવી નવરાત્રી મહોત્સવમાં લાવી તેને ખેલૈયાઓ સાથે ગરબે રમાડવામાં આવ્યો હતો. આજે ચોથા નોરતે એટલે કે બુધવારે પણ પૃથ્વી નામનો રોબોટ ક્લ્બ યુવીના મેદાનમાં ગરબા રમતો નજરે પડશે.
    Click here to Read More
    Previous Article
    Shardiya Navratri Day 4: नवरात्रि के चौथे दिन होती है मां कुष्मांडा की पूजा, यहां पढ़ें मां कुष्मांडा चालीसा, मां की आरती और मंत्र
    Next Article
    Gujarat Education Department |સરકારી શાળામાં મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ દિવાળી વેકેશન દરમિયાન યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment