Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેબર અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના વકીલોનું હડતાળનું એલાન:નવા લેબર કોડમાં સત્તાઓ જ્યુડિશિયરી પાસેથી વહીવટી અધિકારીઓને આપ્યાનો મુદ્દો

    2 दिन पहले

    તાજેતરમાં જ ગુજરાતની તમામ સિવિલ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટમાં ગુજરાત ભાડા વિધેયક 2026 ને લઈને હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકીલોને તમામ કોર્ટમાંથી સહકાર મળ્યો હતો. આખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સરકાર સાથે બેઠક કરીને 5 સભ્યોની કમિટી નીમાતા હડતાલ સમેટાઈ હતી . નવા લેબર કોડના સંદર્ભમાં ઉદભવેલા પ્રશ્નોનું નિરાકરણ મંગાયુ હવે લેબરકોટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના વકીલોના એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે તેમની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે મુજબ વકીલો કોર્ટના કામકાજથી દૂર રહેશે. કોર્ટ આ સમયગાળામાં એક પક્ષે હુકમ ન કરે તેવી પણ વિનંતી કરાઈ છે. વકીલોએ નવા લેબર કોડના સંદર્ભે ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ માગ્યું છે. તેમનું કહેવું છે કે મજૂર કાયદાની જગ્યાએ નવો લેબર કોડ લાગુ કરવામાં આવ્યો છે. મજૂર અદાલતો અને ઔદ્યોગિક અદાલતોમાં સત્તા લઈને વહીવટી અધિકારીઓને આપવામાં આવતા શ્રમજીવીઓને નુકસાન જાય તેમ છે. વહીવટી અધિકારીઓ કાયદા જાણકાર ન હોય, તેથી સત્તા ફરી કોર્ટને આપવી જોઈએ. સમગ્ર ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટમાં હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જી પર ચાકુથી હુમલો:દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા, TMCનો આરોપ- હુમલાખોર નશામાં હતી
    Next Article
    Ranvir Shorey Receives Death Threats After Criticising CJP Protest, Files Police Complaint

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment