Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહેણાંક સોસાયટીઓમાં ગેરકાયદે હેવી ઇન્ડસ્ટ્રીઝ સામે જનાક્રોશ:એકના આપઘાતના પ્રયાસ બાદ દોડેલી પાલિકાની ટીમને ઉદ્યોગકારોએ ઘેરી લેતાં હંગામો

    2 days ago

    સુરત શહેરના વરાછા, પુણા, સણિયા હેમાદ અને કોસાડ સહિતના રહેણાંક વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીની આડમાં ધમધમતા ભારે ઉદ્યોગો સ્થાનિક નાગરિકો માટે માથાનો દુખાવો બન્યા છે. રહેણાંક સોસાયટીઓમાં શરૂ કરાયેલા આ ઔદ્યોગિક એકમોને કારણે ભારે ટ્રાફિક, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ તેમજ અસામાજિક તત્ત્વોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. શાંતિપૂર્ણ વસવાટ જોખમાતાં સ્થાનિક રહીશોએ આ મામલે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજ્ય સરકાર સુધી વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરાતાં ગેરકાયદે બાંધકામો બેરોકટોક ચાલુ રહ્યા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિકોનો વિરોધ તંત્રની ઉદાસીનતા સામે સોમવારે સણિયા હેમાદ વિસ્તારના લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ રજૂઆત દરમિયાન રોષે ભરાયેલા એક સ્થાનિક રહીશે ગેરકાયદે બાંધકામોનું તાત્કાલિક ડિમોલિશન કરવાની માંગ સાથે પહેલા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. વરાછા એ ઝોનની ટીમ કામગીરી કર્યા વગર જ પરત ફરી નાગરિકના આપઘાતના પ્રયાસ બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રના વરાછા-એ ઝોનની ટીમ આજે કાફલા સાથે ગેરકાયદે એકમો તોડી પાડવા ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ટીમ પહોંચતાં જ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કારખાનેદારો એકત્ર થઈ ગયા હતા અને અધિકારીઓને ઘેરી લીધા હતા. વિરોધ કરી રહેલા લોકો ડિમોલિશન હેઠળની મિલકતો આગળ ધરણા પર બેસી જતાં તંગદિલી સર્જાઈ હતી. પાલિકા અધિકારીઓએ તેમને કાયદાકીય સમજાવટથી હટાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ઉદ્યોગકારો પોતાની જીદ પર અડગ રહ્યા હતા. ઘટનાસ્થળે પૂરતો પોલીસ કાફલો ન હોવાથી અને મામલો વધુ વણસે તેવી સ્થિતિ સર્જાતાં પાલિકાની ટીમને કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. પાલિકા પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિરોધને પગલે હવે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં કડક હાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની હારેલી ટેસ્ટ ડ્રો કરાવી:સેદીકુલ્લાહ અટલે 111 રન બનાવ્યા, કાઈસ અહમદે દિવસના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી
    Next Article
    Australia Star Brutally Trolls Temba Bavuma After Handing Him First Defeat As South Africa Test Captain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment