Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગંદા પાણીની ખુલ્લી કેનાલને ઢાંકી દેવાશે:વત્રાસર તળાવ સુધીની કેનાલ પર પ્રીકાસ્ટ સી-બ્લોક લગાવી વોકર્સ ઝોન બનાવવાનું આયોજન

    1 day ago

    પાટણ શહેરના મધ્યમાંથી પસાર થઈ વત્રાસર તળાવ સુધી જતી ગંદા પાણીની ખુલ્લી કેનાલને કવર કરી તેના પર વોકર્સ ઝોન અને ટુ-વ્હીલર વાહનો માટે રસ્તો બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની-GUDC અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન-GUDM સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ યોજના માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષો જૂની માંગણીના નિરાકરણ માટે રજૂઆત પાટણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન નીલમ પટેલે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરના મધ્યમાંથી પસાર થતી ગંદા પાણીની ખુલ્લી કેનાલને અંડરગ્રાઉન્ડ કરીને કવર કરવાની માંગણી સ્થાનિક રહીશો અને નાગરિકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર સુપરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત GUDC અને GUDM સમક્ષ પણ પ્રોજેક્ટની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કેનાલ પર પ્રીકાસ્ટ સી-બ્લોક લગાવી વોકર્સ ઝોન બનાવાશે આયોજન મુજબ, વત્રાસર તળાવ સુધી જતી કેનાલને પ્રીકાસ્ટ સી-બ્લોકથી કવર કરવામાં આવશે. કેનાલ કવર થયા બાદ તેની ઉપરના ભાગમાં નાગરિકો માટે વોકર્સ ઝોન વિકસાવવાની યોજના છે. સાથે જ ટુ-વ્હીલર વાહનો સરળતાથી પસાર થઈ શકે તે માટે રસ્તા સહિતની માળખાગત સુવિધાઓ ઊભી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગંદકીની સમસ્યા દૂર થવાની સાથે શહેરી સૌંદર્ય વધશે આ પ્રોજેક્ટ સાકાર થાય તો કેનાલની આસપાસ રહેતા લોકોને ગંદકીની સમસ્યામાંથી રાહત મળવાની સાથે વિસ્તાર વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે. વોકર્સ ઝોન બનવાથી નાગરિકોને ચાલવા માટે સુવિધા મળશે અને શહેરી સૌંદર્યમાં પણ વધારો થશે. વહેલી તકે મંજૂરી મેળવવા પ્રયાસો આ કામગીરી આગળ વધારવા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે મળીને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વહીવટી સ્તરે હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું નગરપાલિકા તરફથી જણાવાયું છે. હવે સંબંધિત વિભાગોની મંજૂરી મેળવી પ્રોજેક્ટને વહેલી તકે સાકાર કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, કામગીરી શરૂ થવા અને પૂર્ણ થવા અંગેની ચોક્કસ સમયમર્યાદા હજી જાહેર કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં પ્રાકૃતિક ખેતીના પોષણયુક્ત ખાદ્યપદાર્થો પર જાગૃતિ:કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ‘પોષણ થાળી કાર્યક્રમ-2026’નું આયોજન કરાયું
    Next Article
    વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકાયું:જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા અને ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે કરાવ્યું ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment