Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગરબા રમતાં મહિલા ડૉક્ટરને આવ્યો ઈમરજન્સી કોલ:રેપિડોની મદદથી હોસ્પિટલ પહોંચી વેન્ટિલેટર પરના દર્દીનો જીવ બચાવ્યો; ડો.કલ્પનાએ કહ્યું- મારા માટે માતાજીના સાચા આશીર્વાદ સમાન

    2 days ago

    નવરાત્રિ એટલે આદ્યશક્તિની આરાધના અને ગરબાના તાલે ઝૂમવાનો પર્વ. સામાન્ય નાગરિકથી લઈને વ્યવસાયિકો સુધી દરેક વ્યક્તિ નવરાત્રિના નવ દિવસ ઉત્સાહમાં રંગાઈ જાય છે. જો કે, તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે તહેવારો વચ્ચે પણ દર્દીનો જીવ બચાવવો એ જ સર્વોપરી ધર્મ બની રહે છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સુરતની ‘માતે હોસ્પિટલ-હાઈ રિસ્ક પ્રેગ્નન્સી સેન્ટર’ના ડૉક્ટર કલ્પના સવાણી સાથે બન્યો છે, જેમણે ગરબા ગ્રાઉન્ડમાંથી સીધા હોસ્પિટલ દોડી જઈ ગંભીર દર્દીનો જીવ બચાવી તબીબી ધર્મ નિભાવ્યો હતો. રાત્રે 1 વાગ્યે ફોન આવ્યો, ગરબાના ડ્રેસમાં જ રેપિડો કરી નીકળ્યા નવરાત્રિના પ્રથમ નોરતે બનેલી ઘટના યાદ કરતાં ડૉ.કલ્પનાએ જણાવ્યું કે, પ્રથમ દિવસે રાઉન્ડ પૂરો થયો ત્યારે રાત્રે લગભગ 12.30થી 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી ઉપરાઉપરી ફોન આવવા લાગ્યા. બારડોલીથી એક દર્દી અત્યંત ગંભીર હાલતમાં ICUમાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોતાં, તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના ચાલુ ગરબાએ તાત્કાલિક એકલા રેપિડો બુક કરાવી હોસ્પિટલ પહોંચ્યા હતા. દર્દીને વેન્ટિલેટર પર મૂકી સ્થિતિ કાબૂમાં લીધી હોસ્પિટલ પહોંચીને ડૉ. કલ્પનાએ તરત જ દર્દીની સારવાર શરૂ કરી અને તેને વેન્ટિલેટર સપોર્ટ પર લીધા હતા. સમયસર મળેલી તબીબી સારવાર અને યોગ્ય વ્યવસ્થાપનને કારણે દર્દી ભાનમાં આવ્યો અને તેની તબિયતમાં ઝડપી સુધારો થયો હતો. માતાજીની કૃપાથી દર્દી એકદમ સ્વસ્થ થઈ ગયો હતો. ‘જીમ કે કાર્ડિયો કરતાં ગરબા સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ’ હાલના સમયમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના બનાવો અને સ્વાસ્થ્ય અંગે ડૉ.કલ્પનાએ તબીબી અભિપ્રાય આપતાં કહ્યું કે, ફિઝિયો, જીમ કે કાર્ડિયો એક્સરસાઈઝ કરતાં પણ ગરબા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ગરબામાં એકથી દોઢ કલાક સુધી સતત રિધમમાં અને મન પ્રફુલ્લિત રાખીને રમવાનું હોય છે, જેથી તન અને મન બંને સ્ફૂર્તિલા રહે છે. આખો દિવસ હોસ્પિટલમાં વ્યસ્ત રહ્યા પછી પણ જ્યારે ગરબાનું સંગીત વાગે છે ત્યારે હાર્ટબીટની જેમ પગ આપોઆપ થનગનવા લાગે છે. મેડિકલ અભ્યાસને કારણે 12 વર્ષ ગરબાથી દૂર રહ્યા દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડૉ.કલ્પના સવાણીએ જણાવ્યું હતું કે, તેમને બાળપણથી જ ગરબાનો અનહદ શોખ હતો. જો કે, મેડિકલ ક્ષેત્રમાં આવ્યા બાદ અભ્યાસ, કારકિર્દી અને હોસ્પિટલની વ્યસ્તતાને કારણે ગરબા રમવામાં લગભગ 10થી 12 વર્ષનો મોટો વિરામ આવી ગયો હતો. પોતાની હોસ્પિટલ શરૂ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી તેઓ ફરી શ્યામ ગરબા સાથે જોડાયા છે અને નવે-નવ દિવસ મન મૂકીને ગરબા રમી બાળપણની યાદો તાજી કરી રહ્યાં છે. આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નોરતે ખેલૈયાઓનો જોશ હાઈ
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપામાં ભાજપની જીતની હેટ્રિક:નવરાત્રીમાં લઘુમતી બાઉન્સર્સ રાખતા બબાલ, કોમનવેલ્થને પગલે મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, ખુલ્લી લિફ્ટ પટકાતા મહિલાનું મોત
    Next Article
    લક્ષ્મી સ્કાય સિટીમાં બીજા નોરતે ગરબાની રમઝટ:નારોડામાં સોસાયટીના ખેલૈયાઓએ જમાવી ધૂમ, 2026ની નવરાત્રીનો ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment