Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીનાં તહેવારોમાં ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ધમધમશે:રાજકોટ મનપા દ્વારા પતરાની આડશ નાખવાનું કામ પૂર્ણ, બે-ચાર દિવસમાં સફાઈ કર્યા બાદ વેપારીઓને કબજો અપાશે : સ્ટેન્ડિંગ ચેરમેન

    1 day ago

    રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના રિનોવેશનની કામગીરી સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત માર્કેટના જે ભાગમાં રિનોવેશન કરવાનું છે ત્યાં પતરાંની આડશ નાખવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે માત્ર સફાઇ કામગીરી બાકી છે, જે આગામી બે-ચાર દિવસમાં પૂરી કરી વેપારીઓને તેની મૂળ જગ્યાએ ધંધો-રોજગાર કરવા માટે થડા પરત આપવામાં આવશે. બાદમાં જ્યારે મુખ્ય રિનોવેશન કામ શરૂ થશે ત્યારે ફરી માર્કેટ ખાલી કરાવાશે. એટલે કે આ દિવાળીનાં તહેવારોમાં ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ ધમધમતી જોવા મળશે. દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારોમાં માર્કેટ ખોલી આપવા વેપારીઓએ રજુઆત કરી હતી. હાલ રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં વધુ સમય લાગે તેમ છે, ત્યારે વેપારીઓ દિવાળીમાં પોતાના ધંધા-રોજગાર મૂળ જગ્યાએ કરી શકે તે માટે તેઓને કબજો સોંપવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ વચ્ચે કોઈપણ દુર્ઘટના ન બને તે માટે માર્કેટના જે ભાગમાં રિનોવેશન કરવાનું છે ત્યાં પતરાંની આડશ નાખવાનું કામ પૂર્ણ કરાયું છે અને હવે માત્ર સફાઇ કામગીરી બાકી છે, જે આગામી બે-ચાર દિવસમાં પૂરી થઈ જશે. અને તરત જ વેપારીઓને તેની મૂળ જગ્યાએ ધંધો-રોજગાર કરવા માટે થડા સુપરત કરી દેવામાં આવશે. ધર્મેન્દ્ર રોડ પર આવેલી આ અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક માર્કેટ નવા અવતારમાં જોવા મળશે. આ ઐતિહાસિક માર્કેટનો મૂળ હેરિટેજ લુક જળવાઈ રહે તે માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિનો વિશેષ ઉપયોગ કરવામાં આવશે. આ હેતુસર મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયા બાદ અંદાજે 18 મહિનાના સમયગાળામાં લોકો માટે આ જૂની અને જાણીતી માર્કેટ નવા રંગરૂપમાં તૈયાર થઈ જશે. માર્કેટના નવા આયોજન મુજબ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અહીં શાકમાર્કેટની અંદર 144 થડા, બહાર 38 થડા, 22 વખાર અને 4 દુકાનો હતી, જેમાંથી 80 જેટલા થડા અને 16 જેટલી વખાર ચાલુ હતાં. રિનોવેશન બાદ અહીં કુલ 148 થડા, 22 દુકાનો અને અંદાજે 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. સમગ્ર શાક માર્કેટનો કુલ એરિયા 1380 ચોરસમીટર છે, જેમાં 320 ચોરસ મીટર વિસ્તારમાં દુકાનોનું નિર્માણ થશે. આધુનિક સુવિધાઓ સાથેની આ વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળશે અને ગ્રાહકોને પણ હેરિટેજ માર્કેટનો ઉત્તમ અનુભવ મળશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બજેટમાં શાસકો દ્વારા આ માર્કેટનું રિનોવેશન કરી હોકર્સ ઝોન બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ વેપારીઓમાં રોષ ફાટી નીકળતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં મહાપાલિકા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ રિનોવેશનનો રસ્તો ખૂલ્યો હતો અને દિવાળી બાદ મનપાએ માર્કેટનો કબજો લીધો હતો. તે સમયે અહીં 80 જેટલા થડા અને 16 જેટલી વખાર કાર્યરત હતી, અને આ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જ્યુબેલી માર્કેટમાં ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1109 અંક વધીને 73034 પર બંધ:નિફ્ટી પણ 359 અંક વધ્યો, ક્રૂડ ઓઇલ સસ્તું થવા અને IT શેરોમાં તેજીની અસર
    Next Article
    ઝાયડેક્સ કંપની સાથે 1.03 કરોડની ઠગાઈ:ડિરેક્ટર નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવી, 5 બેંક એકાઉન્ટમાંથી પૈસા સાફ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment