Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં મીણબત્તી સર્કલ પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:વડાપ્રધાનના પોસ્ટર પર 'વોટ ચોર' લખી પ્રદર્શિત કરાયો આક્રોશ, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ

    2 days ago

    પોલીસ ભાજપની રક્ષા કરવાનું કામ કરે છે - લાલભા ગોહિલ ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ મીણબત્તી સર્કલ ખાતે 'વોટ ચોરી' અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ભારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'જન સેવાથી રાષ્ટ્ર સેવાના 25 વર્ષ' દર્શાવતા પોસ્ટર પર કાર્યકરોએ 'વોટ ચોર' લખી અને મોઢા પર ચોકડી મારી પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાતા સ્થળ પર ભારે ગરમાગરમીનો માહોલ ઊભો થયો હતો. પોલીસે આશરે 40 થી 45 કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટના અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, અત્યારે પોલીસનું કામ માત્ર ભારતીય જનતા પાર્ટીની રક્ષા કરવાનું હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે ભાજપના મહિલાઓ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચીને હોબાળો મચાવ્યો અને શટર પર પ્રહારો કર્યા છતાં પોલીસે તેમને અટકાવ્યા નહોતા અને મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. જ્યારે કોંગ્રેસના નાના વિરોધ પ્રદર્શનમાં પણ કાર્યકરોને કોઈપણ ક્રિમિનલ સાથે ન કરાય તેવી બર્બરતાથી, ધક્કામુક્કી કરીને ડિટેઇન કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ક્રિમિનલોને પકડવાના બદલે પોલીસનો ઉપયોગ માત્ર ભાજપની સુરક્ષા અને સત્તા જાળવી રાખવા માટે થઈ રહ્યો છે. સરકારી અધિકારીઓ ભાજપના કાર્યક્રમોમાં જોડાય છે તે દેશના લોકશાહી માળખા માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે., આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવીને 'જ્ઞાનેશ કુમાર અને વોટ ચોર ગાદી છોડો'ના નારા લગાવ્યા હતા…
    Click here to Read More
    Previous Article
    ધનસુરાના કંજરી કંપામાં 80 વર્ષીય હીરાબાનું દેહદાન:મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરાયું, જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી 13મું દેહદાન સંપન્ન
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:માનસી એપાર્ટમેન્ટમાં નવરાત્રિના બીજા નોરતે ગરબાની રમઝટ, નરોડામાં મોડી રાત સુધી ઉજવણી, પ્રકાશભાઈ પ્રજાપતિએ નાસ્તાનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment