Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:કૃષ્ણમ સ્ટેટસ સોસાયટીમાં મા અંબેની આરતી ઉતારી, સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી, ત્રણ તાળી અને રેલગાડી ગરબા પણ રમ્યા

    2 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી કૃષ્ણમ સ્ટેટસ સોસાયટીમાં મા અંબેની આરતી ઉતારવામાં આવી. સોસાયટીના સભ્યોએ આ પ્રસંગે ગરબાની રમઝટ બોલાવી. સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા. તેમણે ત્રણ તાળી અને રેલગાડી ગરબા પણ રમ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    एलन मस्क के स्टारलिंक पर विवाद के बीच RSS के संगठन की मांग- राष्ट्रीय सुरक्षा को खतरा, मंजूरी न दी जाए
    Next Article
    જામનગરમાં મેડિકલ કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓને નશાબંધીના કાયદા અને નુકસાન વિશે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment