Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત:ઈશાન મલિંગાને પહેલીવાર તક, ડિકવેલા બહાર; કુશલ મેન્ડિસ કેપ્ટન

    15 hours ago

    શ્રીલંકાએ નવેમ્બરમાં પાકિસ્તાન સામે રમાનારી બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. ઝડપી બોલર ઈશાન મલિંગા અને વિકેટકીપર અંજલા બંડારાને ટીમમાં સ્થાન મળ્યું છે. લેફ્ટ આર્મ પેસર દિલશાન મધુશંકાની પણ ટીમમાં વાપસી થઈ છે. જોકે, નિરોશન ડિકવેલાને ટીમમાંથી બહાર કર્યો છે. કુશલ મેન્ડિસ પ્રથમ વખત ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. બંને ટેસ્ટ રાવલપિંડી અને લાહોરમાં રમાશે. બંડારા ડિકવેલાનું સ્થાન લેશે અંજલાને પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે ડિકવેલાનું સ્થાન લીધું છે. ડિકવેલાને ઑગસ્ટમાં ભારત સામેની ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે પરત બોલાવ્યો હતો, પરંતુ હવે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. ધનંજય ડી સિલ્વાએ કેપ્ટનપદ છોડ્યા બાદ કુશલ મેન્ડિસને ટેસ્ટ કેપ્ટન બનાવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર કેપ્ટન તરીકેની આ તેની પ્રથમ ટેસ્ટ સિરીઝ હશે. ઈશાન મલિંગા પહેલીવાર ટેસ્ટ ટીમમાં ઈશાન મલિંગા નાના ફોર્મેટમાં સતત રમતો રહ્યો છે. આ તેનું પ્રથમ ટેસ્ટ ટીમ કૉલ-અપ છે. તેણે 19 ફર્સ્ટ ક્લાસ મેચમાં 44 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ સરેરાશ 31.15 રહી છે. લાહિરુ ઉદારા અને કામિલ મિશારાને પણ ટીમમાંથી બહાર કર્યો છે. બંનેએ કોલંબોમાં ભારત સામેની બીજી ટેસ્ટ રમી હતી. ઓલરાઉન્ડર સહાન અરાચિગેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારત સામેની તે ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કર્યો હતો. દિનેશ ચાંદીમલનું ટીમમાં પુનરાગમન થયું છે. ગૉલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કન્કશનને કારણે તેને મેચમાંથી બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝ માટે શ્રીલંકાની ટીમ કુશલ મેન્ડિસ (કેપ્ટન), પાથુમ નિસાંકા, પસિન્દુ સૂરિયાબંડારા, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, સોનલ દિનુષા, ધનંજય ડી સિલ્વા, અંજલા બંડારા, કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, મિલાન રત્નાયકે, લાહિરુ કુમારા, અસિતા ફર્નાન્ડો, દિલશાન મધુશંકા, ઈશાન મલિંગા. ઈસ્લામાબાદ બોમ્બ વિસ્ફોટ બાદ શ્રીલંકાની ટીમે પાકિસ્તાન છોડી દીધું હતું નવેમ્બર 2025માં ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને સુરક્ષા ચિંતાઓને કારણે શ્રીલંકન ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બાદમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડના નિર્દેશ પર બાકીની ટીમ પાકિસ્તાનમાં રોકાઈ અને તેણે આગળની મેચ રમી હતી. શ્રીલંકન ટીમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન 3 મેચની વન-ડે સિરીઝ રમવાની હતી. પાકિસ્તાને આ સિરીઝ 3-0થી જીતી હતી. 17 વર્ષ પહેલાં ટીમ બસ પર હુમલો થયો હતો 17 વર્ષ પહેલાં શ્રીલંકન ક્રિકેટરોની ટીમ બસ પર હુમલો થયો હતો. માર્ચ 2009માં TTPના આતંકવાદીઓએ ગદ્દાફી સ્ટેડિયમ પાસે ટીમની બસ પર ગોળીબાર કર્યો હતો. તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું, પરંતુ કેટલાક ખેલાડીઓ ઘાયલ થયા હતા. આ કારણે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ નહોતી. કારણ કે, ઘણી વિદેશી ટીમે સુરક્ષા ચિંતાઓને કારણે દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    On Camera, Asked To Show ID At Bengaluru Pub, IAS Officer Abuses Cops
    Next Article
    પૂર્વ સિલેક્ટરે કહ્યું- ન્યૂઝીલેન્ડ સિરીઝમાં શમીને તક મળવી જોઈએ:પ્રસાદે કહ્યું- વેસ્ટ ઈન્ડીઝ સામે બુમરાહની ખોટ વર્તાઈ, ભુવીની પસંદગી યોગ્ય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment