Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મને ગેરમાર્ગે દોરવામાં આવી’:સગાઈ તોડ્યા પછી આકૃતિને પછતાવો થયો, પૃથ્વી શો સાથે ફરી પેચઅપ કર્યું; ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાની ભૂલ સ્વીકારી

    16 घंटे पहले

    ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી-ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ વચ્ચે પેચઅપ થઇ હોવાનું કન્ફર્મ થયું છે. થોડા અઠવાડિયા પહેલા જ પોતાની સગાઈ તૂટવાની અને અલગ થવાની ઓફિશિયલ જાહેરાત કરનાર આ જોડીએ હવે ફરીથી પેચઅપ કરી લીધું છે. સોશિયલ મીડિયા પર એક નવું નિવેદન શેર કરીને આકૃતિએ પુષ્ટિ કરી છે કે બંને વચ્ચેની ગેરસમજ દૂર થઈ ગઈ છે અને તેઓએ પોતાના સંબંધોને બીજો મોકો આપવાનો નિર્ણય કર્યો છે. આકૃતિએ સગાઈ તૂટવા પાછળનું કારણ જણાવતા પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું કે નજીકના લોકોની સલાહને કારણે તેમના સંબંધો જોવાનો દૃષ્ટિકોણ પ્રભાવિત થયો હતો તેમજ તેઓ ગેરમાર્ગે દોરાયા હતા. આ નિવેદનને પૃથ્વી શૉએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું છે, જેનાથી બંને ફરી એકવાર સાથે આવી ગયા છે અને તેમના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આકૃતિએ પોતાની ભૂલ સ્વીકારી ‘અ પર્સનલ ક્લેરિફિકેશન’ ટાઈટલ સાથે પોસ્ટ કરાયેલા નિવેદનમાં આકૃતિએ કહ્યું કે સગાઈ તોડતી વખતે તેણે પોતાના નજીકના લોકોની વાતોને પોતાના સંબંધ પર હાવી થવા દીધા હતા. તેના જણાવ્યા મુજબ, તે લોકોના અભિપ્રાયે તેના મંગેતર અને સંબંધને લઈને તેની વિચારસરણીને પ્રભાવિત કરી હતી. આકૃતિએ લખ્યું, 'જ્યારે મેં મારી સગાઈ તોડવાનો નિર્ણય કર્યો, ત્યારે મેં મારા નજીકના લોકોના અભિપ્રાયને પોતાના પર હાવી થવા દીધો. એવું લાગતું હતું કે તેઓ આપણા સંબંધોને આપણા કરતાં વધુ સારી રીતે સમજે છે. આ કારણોસર મેં મારા મંગેતર અને અમારા સંબંધોને એ જ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું.' તેણે આગળ ઉમેર્યું, 'મને લાગે છે કે મને ખોટી દિશામાં દોરી જવામાં આવી અને મેં વાતચીત કર્યા વિના જ નિર્ણય લઈ લીધો, જેની અમારા બંનેને જરૂર હતી.' ત્યાર બાદ અમે બંનેએ એકબીજા સાથે વાત કરી અને સાથે રહેવાનો નિર્ણય કર્યો. અમે બંને એકબીજા માટે પૂરતા છીએ અને અમને કોઈની જરૂર નથી. આ વખતે હું ઇચ્છું છું કે અમારું ભવિષ્ય અમારો વિશ્વાસ અને પ્રેમના આધારે નક્કી થાય. જ્યારે અમે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે તમે અમારા આ નિર્ણયનું સન્માન કરો એ જ ઇચ્છું છું. પૃથ્વી શૉ-આકૃતિ અગ્રવાલ ફરી એક થયા આ કપલની સગાઈ આ જ વર્ષની શરૂઆતમાં થઈ હતી. પૃથ્વી શૉએ 8 માર્ચ 2026ના રોજ આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી હતી અને 17 સપ્ટેમ્બરે અભિનેત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ અલગ થઈ રહ્યા છે. જો કે, 12 ઓક્ટોબરે અભિનેત્રી આકૃતિએ પોતાના અને પૃથ્વી શૉના પેચઅપના સમાચાર આપીને પુષ્ટિ કરી છે કે હવે તેઓ ક્યારેય અલગ નહીં થાય. આ પોસ્ટમાં તેમણે લખ્યું, 'અમે ફરીથી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.' આકૃતિએ કહ્યું કે હવે તે ઈચ્છે છે કે તેમના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયો તેઓ બંને મળીને લે અને તેના પર બહારના લોકોની ટિપ્પણીની અસર ન પડે. આ પોસ્ટને ઇન્સ્ટા સ્ટોરી પર ફરીથી શેર કરીને, પૃથ્વીએ પણ પેચઅપનું અપડેટ આપ્યું છે. સગાઈ તૂટતા પહેલા ઉડેલી અવાફાઓએ ખેંચ્યું ધ્યાન બ્રેકઅપની જાહેરાત પહેલા તેમના સંબંધોને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. જુલાઈમાં આકૃતિના સોશિયલ મીડિયા પર દગો મળવા વિશે કરવામાં આવેલી કેટલીક પોસ્ટથી અફવાઓ ઉડી હતી કે તે પૃથ્વીની વાત કરી રહી છે. બાદમાં તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો કે તેમની વચ્ચે કોઈ સમસ્યા હતી. તેણે કહ્યું હતું કે તે પોસ્ટ ક્રિકેટર વિશે નહોતી અને તેઓ બંને સાથે ખુશ છે. સપ્ટેમ્બરની જાહેરાતથી આખરે એ વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે સગાઈ તોડી નાખવામાં આવી હતી, પરંતુ હવે તેમણે આ પોસ્ટ ઇન્સ્ટા પરથી હટાવી દીધી છે. થોડાં દિવસ પહેલાં જ મંગેતર આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું- 'પ્રેમ છે, પણ રસ્તા અલગ' થોડાં દિવસો પહેલાં જ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલે એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને આ સગાઈ તૂટી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે- “અત્યંત ભારે હૈયે મારે જણાવવું પડી રહ્યું છે કે મેં અને મારા મંગેતરે અલગ થવાનો નિર્ણય કર્યો છે. જિંદગી પાસે અમારા બંનેની અપેક્ષાઓ જુદી જુદી હતી અને ભવિષ્યના લક્ષ્યો પણ અલગ હતા. સંજોગોને ધ્યાનમાં રાખીને અમે આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું છે. એકબીજા પ્રત્યે પ્રેમ અને કાળજી હોવા છતાં, અમે સ્વીકારી લીધું છે કે હવે અમારી મંજિલ એક નથી. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે અમારા નિર્ણય પર કોઈ અટકળો ન લગાવે અને અમારી પ્રાઇવસીનું સન્માન કરે.” માર્ચ મહિનામાં ધામધૂમથી થઈ હતી સગાઈ નોંધનીય છે કે આકૃતિ અગ્રવાલ જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 35 લાખથી વધુ ફોલોઅર્સ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ધામધૂમથી સગાઈ કરી હતી. જોકે, સગાઈના માંડ છ મહિનામાં જ બંનેના રસ્તા કાયમ માટે અલગ થઈ ગયા છે. પૃથ્વીના મુશ્કેલ સમયમાં આકૃતિ હતી પડખે પૃથ્વી શૉ માટે છેલ્લા કેટલાક વર્ષો કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક રહ્યા છે. ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ વાપસી મુશ્કેલ બની ગઈ છે અને IPLમાં પણ પૂરતી તકો નથી મળી રહી. આવા કપરા સમયમાં આકૃતિ હંમેશાં તેની સાથે મજબૂતીથી ઊભી રહી હતી, જેથી તેમના અચાનક અલગ થવાથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે. જુલાઈ મહિનામાં જ સંબંધોમાં ખટાશના સંકેત મળ્યા હતા આ વર્ષે જુલાઈ મહિનામાં આકૃતિની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચકચાર જગાવી હતી. તેણે 'વિશ્વાસઘાત' તરફ ઈશારો કરતા લખ્યું હતું કે, "મને ઘણી વખત દગો મળ્યો છે, છતાં મેં ક્યારેય એક શબ્દ પણ નથી કહ્યો." આ પોસ્ટ બાદથી જ ફેન્સ તેમના બ્રેકઅપની અટકળો લગાવી રહ્યા હતા, જે હવે સાચી સાબિત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    गुजरात नगर निकाय उपचुनाव में खिला कमल, गांधीनगर नगर निगम में 44 में से 23 सीटें बीजेपी ने जीतीं
    Next Article
    અમિતાભ બચ્ચને બાળકી સાથે હાથ મિલાવવાની ઘસીને ના પાડી દીધી:સિક્યોરિટી તોડીને નજીક આવી ગઈ હતી, સુરક્ષા ટીમને તેને દૂર લઈ જવા કહ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment