Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પહેલી વાર વિપક્ષે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરી, જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન પર પ્રતિબંધ; પાકિસ્તાનની સિસ્ટમથી ભારતમાં વરસાદ

    16 hours ago

    નમસ્તે, INDIA બ્લોકે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને CJIને મળવા માટે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજી. કેન્દ્ર સરકારે જંતર-મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવી દીધું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે પાકિસ્તાનમાં બનેલી મોસમી સિસ્ટમની અસર ભારત પર થઈ રહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન પ્રતિબંધિત કરવાના વિરોધમાં કરાયેલી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી, રાહુલ-અખિલેશ સહિત 10 પક્ષના 11 નેતા અરજદાર રાહુલ, પ્રિયંકા, ખડગે સહિત અન્ય વિપક્ષી સાંસદો સોમવારે સાંજે અચાનક સુપ્રીમ કોર્ટની અંદર પહોંચ્યા. અગાઉ વિપક્ષી સાંસદોએ દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કાઢી હતી. તેમને 500 મીટર પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે વિપક્ષી નેતાઓએ કોઈ માગને લઈને સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી છે. SIRમાં ગેરરીતિ સામે વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતા અરજદાર છે. માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ 40 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષની માર્ચ શિવજીની જાન જેવી છે, તેમાં કોઈપણ જોડાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા-પ્રદર્શન નહીં કરી શકાય:જંતર-મંતર હવે 'પ્રોટેસ્ટ સાઈટ'માંથી આઉટ, ગૃહ મંત્રાલયે ડિનોટિફાઈ કર્યું; આ 3 જગ્યાઓ પર જ આંદોલન થઈ શકશે દિલ્હીના જંતર-મંતર પર હવે પ્રદર્શન કરી શકાશે નહીં. કેન્દ્ર સરકારે તેને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેની ભલામણના આધારે દિલ્હીના રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના CBD ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળ બનાવવામાં આવ્યા છે. કોકરોચ જનતા પાર્ટીએ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પર રોકની માંગને લઈને સોમવારે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી માંગી હતી. પોલીસે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલાં CJPએ 20 જૂનથી 25 જુલાઈ સુધી NEET પેપર લીકના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે પ્રદર્શન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બટાકા-ડુંગળીના ભાવ વધ્યા, ચાંદીના દાગીના સસ્તા થયા:છૂટક મોંઘવારી સતત 11મા મહિને વધી, સપ્ટેમ્બરમાં 5.54% પર પહોંચી સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી વધીને 5.54% પર પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં તે 4.82% હતી. બટાકા, ડુંગળી, ટામેટાં જેવી શાકભાજી અને ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે ક્રૂડ ઓઈલ પણ મોંઘું થયું છે. આ કારણોસર મોંઘવારી સતત 11મા મહિને વધી છે. મોંઘવારી પર અંકુશ લાવવા માટે RBIએ આ જ મહિને 2023 પછી પ્રથમ વખત વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આરબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા આગામી સમયમાં વ્યાજ દરોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. બેંકની આગળની નીતિ કાં તો વ્યાજ દરો વધારવાની રહેશે અથવા તો તેમને આ જ સ્તરે જાળવી રાખવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ ઉપર મિસાઈલ પડી:સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત યમનના હૂતી બળવાખોરોએ શનિવાર રાત્રે સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ પર હુમલો કર્યો. તેમાં એક ભારતીય સહિત 13 લોકોનાં મોત થયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા. આ પછી સાઉદી સરકારે રિયાધ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન અટકાવી દીધું. જોકે બીજા જ દિવસે રવિવારે હૂતી બળવાખોરોએ સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા ટર્મિનલ પર હુમલો કરી દીધો. તેમાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું. 10 ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલો હુમલો છેલ્લા એક દાયકામાં સાઉદી અરેબિયા પરનો સૌથી મોટો હુમલો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 2026 અર્થશાસ્ત્રનો નોબેલ બે અમેરિકન અર્થશાસ્ત્રીઓને મળ્યો:રિસર્ચથી સમજાવ્યું કે મંદીમાં નોકરીઓ કેમ ઘટે છે અને મોંઘવારી રોકવી કેમ મુશ્કેલ બને છે 2026 અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઈ. હોલ અને માઈકલ વુડફોર્ડને મળ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઑફ સાયન્સિસે સોમવારે તેની જાહેરાત કરી. બંનેને કુલ 1.2 કરોડ સ્વીડિશ ક્રોનર એટલે કે 11.5 કરોડ રૂપિયાની રકમ સમાન રીતે વહેંચવામાં આવશે. બંનેને આ સન્માન એવા આર્થિક મોડલ વિકસાવવા માટે આપવામાં આવ્યું છે, જેનાથી મંદી અને મોંઘવારી જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે વધુ સારી નીતિઓ બનાવવામાં મદદ મળે છે. તેમના સંશોધનથી જાણવા મળે છે કે લોકોનો ખર્ચ અને કંપનીઓના નિર્ણયો અર્થતંત્રને કેવી રીતે અસર કરે છે. તેનાથી સરકારો અને કેન્દ્રીય બેંકોને આ સમજવામાં મદદ મળે છે કે આર્થિક સંકટના સમયે કયા પગલાં લેવા જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચંબલના ડાકુ પાનસિંહ તોમરના સંબંધીએ લગ્ન પ્રસંગમાં 6ને ભડાકે દીધા:MPના જમીન વિવાદમાં 3 મહિલા અને 3 પુરુષને ગોળી મારી ફરાર હતો, અમદાવાદ પોલીસે હરિયાણાથી ઝડપ્યો ચંબલના કુખ્યાત ડાકુ પાનસિંહ તોમરના જ પારિવારિક સભ્ય અને મધ્યપ્રદેશ(MP)ના ચકચારી 6 હત્યાકાંડના વોન્ટેડ આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે. MPના બે પરિવારો વચ્ચે જમીનના વિવાદમાં ભરી બંદૂકે એક જ પરિવારની 3 મહિલાઓ અને 3 પુરુષોને ઠાર કરનાર આ ખૂંખાર આરોપી 3 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરી રહ્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણામાં 7 દિવસ સ્પેશિયલ ઓપરેશન કરીને પાનસિંહ તોમરના સંબંધી રામસિંહ ધીરસિંહ તોમરને દબોચી લીધો હતો. મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામે વર્ષોથી બે પરિવારો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ટ્રાન્સજેન્ડરની અરજીના કારણે પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવા આદેશ:ભરતીમાં થર્ડ જેન્ડર માટે અલગ કેટેગરી ન હોય મામલો હાઈકોર્ટમાં ગુજરાત પોલીસ ભરતીમાં થર્ડ જેન્ડર માટેની જગ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો વચગાળાનો આદેશ કર્યો છે. ભાવનગરના એક ટ્રાન્સજેન્ડર દ્વારા કરવામાં આવેલી અરજી બાદ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જેન્ડર તરીકે ઓળખ આપવામાં આવી છે. સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ગણી અનામત અને અન્ય હકો આપવાનો આદેશ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની ક્લાસ-3 ભરતી પ્રક્રિયામાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી કે ખાસ ધોરણો રાખવામાં આવ્યા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમારના મેસેજ આવે છે:તેમની પાસેથી ગોટાળા કરાવવામાં આવી રહ્યા છે; તેઓ રાજીનામું આપીને રસ્તામાંથી હટી જાય (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : દિલ્હી પ્રદર્શન પર વર્લ્ડ મીડિયા રિએક્શન:અલ-જઝીરાએ લખ્યું- મોદી માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર, NYTએ લખ્યું: વિપક્ષ એક્ટિવ-મોદીની છબીને ઝટકો (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : રાજસ્થાનમાં ભાજપ નેતા અતર સિંહની મારી-મારીને હત્યા:ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરોથી કર્યો હુમલો, ગોચરની જમીન પર ગેરકાયદેસર ખાણકામ મામલે વિવાદ હતો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાનમાં ફિઝિક્સ ગોલ્ડ મેડલિસ્ટ યુવતીએ આત્મહત્યા કરી:હાર્વર્ડમાં એડમિશન અપાવવાના નામે 93 લાખ રૂપિયાની છેતરપિંડી, જમીન વેચીને રૂપિયા ભેગા કર્યા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : ચીનનો સોનાનો ભંડાર વધ્યો:ફ્રાન્સ-ઇટાલીને પાછળ ધકેલીને 2026માં ટોપ-3માં પહોંચી શકે છે; ગોલ્ડ રિઝર્વ 2,410 ટન (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની દાવત, VIDEO:મહેમાન બની પહોંચેલા ઈરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી, પઠાણ બ્રધર્સે કહ્યું- "મારા ભાઈ રાશિદ, હજી સ્વાદ ભુલાતો નથી..." (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ઉતરાવવાની પરંપરા, 16 દિવસ ચાલે છે દુર્ગા-પૂજા; મંદિરથી પ્રેરિત INSV તારિણી નૌકામાં રચાયો ઇતિહાસ (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ મહિલાઓના નાઇટ સૂટમાં ATMની ચોરી તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાં ચોર મહિલાઓનો નાઇટ સૂટ પહેરીને એમ્બ્યુલન્સથી પહોંચ્યા. તેમણે વેશ પલટો કરીને SBIનું ATM કાપ્યું અને કેશ લઈને ફરાર થઈ ગયા. પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : વરૂની જેમ ધારિયાં જેવા દાંત: સાપને બે મોઢાં કેમ હોય છે, દાહોદની ઘટનાએ ચોંકાવ્યા; કચ્છના સાપનું પાકિસ્તાન બોર્ડર કનેક્શન 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો, નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન: પિયૂષ પટેલે બિલ પાસ કરવા મંજૂરી આપી, ગુજરાત યુનિ.એ 1 હજાર કોપીના 4.14 લાખ ચૂકવ્યા 3. Editor's View : 'આ શિવજીની જાન, તાંડવ નક્કી છે': રાહુલ ગાંધીએ નવો દાવ રમ્યો, દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી શકે, 12 વર્ષમાં પહેલીવાર મોદી સરકાર બેકફુટ પર 4. પારકી પંચાત : સાઉથના ઢોંસાવાળાએ એક ફોન કર્યો, VIDEO:રજનીકાંત સ્પીડમાં ગુજરાત પોલીસનું કામ થઇ ગયું, વાઘાણીએ નીતિન કાકાની જબરી મજા લીધી 5. ભાસ્કર એક્સક્લૂસિવ : જંતર-મંતર પર કારમાંથી ડંડા કાઢતા દેખાયા યુવકો, VIDEO: પ્રદર્શનકારીઓને ધમકાવવામાં આવ્યા; પોલીસે કારને જવા દીધી, પછી કહ્યું- કંઈ મળ્યું નથી 6. આજનું એક્સપ્લેનર: નેહાની ટી-શર્ટ પરની ખોપરીનો નેપાળના GEN-Z પ્રોટેસ્ટ સાથે શું સંબંધ છે, આખરે દરેક પ્રોટેસ્ટમાં સમુદ્રી લૂંટારાઓનો ‘ઝંડો’ કેમ જોવા મળે છે? 7. મંડે મેગા સ્ટોરી : રામુની માતા, શ્યામુની પત્ની… 28 લાખ લિસ્ટમાંથી નામ કાપ્યા: ગુંડાગીરી રોકવા માટે 4 ચૂંટણી ટાળી; જ્ઞાનેશ કુમારથી લઈને અગાઉના ચૂંટણી કમિશનરોના કિસ્સા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન-સિંહ રાશિના અટકેલા કામ માતાજીની કૃપાથી પાર પડશે, કુંભ રાશિના જાતકો માટે સુખદ દિવસ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    "Dictatorship": Sooryavanshi's Childhood Coach Lashes Out At Gambhir And Co
    Next Article
    Ahmedabad Flower Market | અમદાવાદમાં નવરાત્રિમાં ફૂલ બજારમાં ભાવ વધારાની મહેક | Flower Price

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment