Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ મહિલા મોરચાએ 'હાય રે ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા:ભૂલનો અહેસાસ થતા હસી પડ્યા, રાહુલ ગાંધીની ટીપ્પણી સામે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને વિચિત્ર ઘટના સામે આવી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચેલા ભાજપના મહિલા મોરચાના બહેનોએ આવેશમાં આવીને પોતાની જ પાર્ટી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દેતા ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી. રાહુલ ગાંધી સામે ભાજપ મહિલા મોરચાનો વિરોધ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાની હેઠળ એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સંત કવંરામ ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલા જનપ્રતિનિધિ, આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. મહિલાઓના સન્માન અને સ્વાભિમાનના મુદ્દે એકજૂથ થઈ ભાજપ મહિલા મોરચાની ટીમ વિરોધ નોંધાવવા કોંગ્રેસ કાર્યાલય પહોંચી હતી. ભૂલથી 'હાય રે ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા કોંગ્રેસ કાર્યાલય આગળ પ્રદર્શન કરતી વખતે ભાજપ મહિલા મોરચાના બહેનો આવેશમાં આવીને ભાન ભૂલ્યા હતા અને રાહુલ ગાંધી કે કોંગ્રેસના બદલે "હાય રે ભાજપ હાય"ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. પોતાના જ પક્ષ વિરુદ્ધ નારેબાજી થઈ રહી છે તેવું ધ્યાને આવતા જ ત્યાં હાજર મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. ભૂલ સમજાયા બાદ તમામ બહેનો હસી પડ્યા હતા અને તુરંત જ ભૂલ સુધારીને કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધી નારા લગાવવાના શરૂ કર્યા હતા. ભાજપ મહિલા મોરચા દ્વારા પોતાના જ પક્ષ સામે નારેબાજી કરવાનો આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાહુલ ગાંધીનો વિરોધ કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓનો આ ભાંગરો વટાયાનો કિસ્સો હાલ સમગ્ર ભાવનગરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સોનાના વેપારી સાથે 8.28 કરોડની ઠગાઈ:જ્વેલર્સની દુકાનમાં દાગીનાની બે બેગ મૂકાવી વેપારી જમવા ગયો, પરત ફરતાં બેગ ગાયબ, CCTVમાં બે શખ્સો બેગ લઈ જતા દેખાયા
    Next Article
    બટાકા-ડુંગળીના ભાવ વધ્યા, ચાંદીના દાગીના સસ્તા થયા:છૂટક મોંઘવારી સતત 11મા મહિને વધી, સપ્ટેમ્બરમાં 5.54% પર પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment