Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ કોલેજમાં વિદ્યાર્થીઓએ નાટકથી માનસિક સ્વાસ્થ્યના પડકારો બતાવ્યા:વ્યસન, તણાવ જેવા વિષયો પર જાગૃતિ ફેલાવી; ડોક્ટરોએ સુખાકારીનું માર્ગદર્શન આપ્યું

    21 hours ago

    આધુનિક જીવનશૈલીમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની જાળવણી પણ એટલી જ અગત્યની છે, તેવા સંદેશ સાથે વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય સ્મિતાબહેન છગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નાટ્ય રજૂઆતો દ્વારા માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા વિવિધ પડકારો રજૂ કરી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસન, નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જવું, પરીક્ષા સમયે ગભરાટને કારણે જવાબો ભૂલી જવા, સતત ચિંતા કરવી અને માનસિક તણાવ જેવી વાસ્તવિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પર આધારિત રોલ-પ્લે રજૂ કર્યા હતા. આ રજૂઆતો દ્વારા યુવાનોમાં જોવા મળતી માનસિક સમસ્યાઓને સમજવા, મુશ્કેલ સમયમાં એકબીજાને સહકાર આપવા અને જરૂરિયાતના સમયે યોગ્ય માર્ગદર્શન મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. માનસિક સમસ્યાઓ અંગે સંકોચ રાખવાને બદલે ખુલ્લી વાતચીત જરૂરી કાર્યક્રમમાં વેરાવળ સિવિલ હોસ્પિટલનાં ડૉ. ખુશ્બુ હડિયા, નમ્રતા મહેતા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. તબીબોએ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યની જાળવણી, માનસિક સુખાકારી અને માનસિક સમસ્યાઓ અંગે સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહો દૂર કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગે સંકોચ અનુભવવાને બદલે વિશ્વાસુ વ્યક્તિ સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી જોઈએ. જરૂરિયાત જણાય ત્યારે યોગ્ય નિષ્ણાતની મદદ અને સમયસર માર્ગદર્શન મેળવવું પણ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવાની સાથે આસપાસના લોકોની લાગણીઓ અને મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સહાનુભૂતિ અને સમજણથી સકારાત્મક વાતાવરણનું નિર્માણ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો, માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલા સંકોચ અને ભેદભાવને દૂર કરવાનો તથા હકારાત્મક માનસિક અભિગમ વિકસાવવાનો હતો. ખાસ કરીને અભ્યાસ, પરીક્ષા અને વ્યક્તિગત જીવનના દબાણ વચ્ચે યુવાનો માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે સહાનુભૂતિ, સમજણ અને સમયસર માર્ગદર્શનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન વી. ડી. બકોત્રા અને ડૉ. એમ. એચ. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની સહભાગિતા અને તબીબોના માર્ગદર્શનથી યોજાયેલી આ ઉજવણીએ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાની સાથે એકબીજાને સમજવા અને મુશ્કેલીના સમયમાં સહકાર આપવાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા જિલ્લામાં 51 નવી લાઇબ્રેરી બનાવાશે:સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને લાભ મળશે, જિલ્લા પંચાયતની સભામાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો
    Next Article
    વડોદરા ભાજપ-કોંગ્રેસનો મહિલા મોરચો આમને-સામને:ભાજપની મહિલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સામે દેખાવ કર્યા, 'લોકશાહી બચાવો'ના બેનરો સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment