Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની તંગી અને નર્મદાના અપૂરતા વિતરણથી ખેડૂતો અને માલધારીઓમાં રોષ.:ગળથ ડેમ તળિયાઝાટક બનતા અને નર્મદાનું પાણી અનિયમિત મળતા મગફળી-કપાસ સહિતના પાકો સુકાયા, ખેડૂતો અને માલધારીઓ મુશ્કેલીમાં.

    1 day ago

    ​જૂનાગઢ ભેંસાણ પંથકના ખેડૂતો અને માલધારીઓ હાલ ગંભીર પાણીની અછત અને દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વરસાદની અનિયમિતતા અને નર્મદા યોજનાના પાણીના અપૂરતા વિતરણને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સ્થાનિક ડેમો તળિયાઝાટક થઈ ગયા છે અને છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિસ્તારમાં માત્ર અતિશય ઓછો કે નહિવત વરસાદ પડ્યો છે, જેના કારણે ડેમોમાં પાણીનો સંગ્રહ ન થવાથી વાડીઓ અને ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકતું નથી. ​પાણીના અભાવે મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા મહત્વના ઉભા પાકો સમયસર પિયત ન મળવાને કારણે તદન સુકાઈ ગયા છે અને નિષ્ફળ નીવડ્યા છે, જેથી ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ એળે ગયો છે. નર્મદા સિંચાઈ યોજનાનું પાણી અનિયમિત રીતે છોડવામાં આવે છે અને તંત્ર દ્વારા માત્ર એક-બે દિવસ જ પાણી છોડીને બંધ કરી દેવામાં આવે છે. ચૂંટણી કે ખાસ સમય સિવાય ખેડૂતોને ક્યારેય પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી મળતું નથી, જેના કારણે ખેડૂતો લાચાર બન્યા છે. ​આ બાબતે તાલુકા સદસ્ય ઉમેશભાઈ બોરીસાગરે જણાવ્યું હતું કે ડેમ એકદમ તળિયાઝાટક છે અને વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ પણ અધિકારી કે સરકાર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. તેમણે કલેક્ટર અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને અગાઉ અનેક વખત લેખિત આવેદનપત્રો આપ્યા છે, પરંતુ આ સરકાર અમારું કોઈનું સાંભળવા માટે જ તૈયાર નથી. ખેડૂતોની હાલાકી અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે અટાણે ખેડૂતો એટલા બધા પરેશાન છે કે તેની કોઈ સીમા જ નથી. જે કંઈ પાણી હતું તે બધું પાકોના વાવેતરમાં વપરાઈ ગયું છે અને હવે છેલ્લે પાકને પિયત આપવા માટે બિલકુલ પાણી બચ્યું નથી.જો ડેમમાં પાણી ભરવામાં ન આવે તો પશુપાલકો અને સમગ્ર વિસ્તારના ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જશે, કારણ કે ડેમમાં પાણી ન હોવાના કારણે વાડીએ આવતા પશુઓ કે મુસાફરોને પીવા માટેનું પાણી પણ મળી શકતું નથી.જ્યારે ડેમમાં પાણી ભરવામાં આવે તો માલધારી સમાજ, ખેડૂતો તેમજ તમામ વર્ગના લોકોને મોટો ફાયદો થઈ શકે તેમ છે. અંકુરભાઈ સતાણીએ જણાવ્યું હતું કે નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત કેશોદ-વંથલીની નર્મદા યોજનાનું પાણી ચાલુ તો કરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે 3 ઇંચ જેટલો વરસાદ પડે ત્યારે જ ડેમમાં થોડું પાણી ભરાય છે. વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે ખેડૂતો સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો થયો છે કારણ કે ઊભા પાક પાણીના અભાવે સુકાઈ ગયા છે. આ મહત્વના પાકો માટે કલેક્ટર, મામલતદાર, ગાંધીનગર તેમજ અમરેલી અને બગસરા સુધીના તમામ સ્તરે લેખિત આવેદનપત્રો આપીને રજૂઆતો કરવામાં આવી છે. તેમણે સરકાર સમક્ષ રાવ કરતા કહ્યું કે અધિકારીઓ અને તંત્ર તરફથી માત્ર એક-બે દિવસ પાણી છોડવામાં આવે છે, જેના કારણે ખેતરોમાં પૂરતું પાણી પહોંચતું નથી અને તરત જ પાણી બંધ કરી દેવામાં આવે છે. ચૂંટણીના સમયે જ માત્ર પિયત માટે પાણી છોડવામાં આવે છે, બાકીના સમયે ખેડૂતો પાણી વગર વલોવાઈ જાય છે. અત્યારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે પાકને જીવિત રાખવા માટે પાણીની અત્યંત આવશ્યકતા છે અને જો સમયસર પાકને પિયતનું પાણી નહીં મળે તો ખેડૂતો માટે મોટો દુષ્કાળ સર્જાશે અને માલધારી તેમજ ખેડૂત વર્ગને વ્યાપક નુકસાન થશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-દહેજ હાઈવે પર બસ-ઈકો કાર અકસ્માત, ચાલક ફસાયો:સ્થાનિકોએ ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા પ્રયાસ કર્યા, મોટી જાનહાનિ ટળી
    Next Article
    'બિગ બોસ 20'માં ભાઈ-બહેનના સંબંધની આડમાં અશ્લીલતા!:સલમાન ખાનનો મગજ છટક્યો, પૂર્વ કન્ટેસ્ટન્ટ પણ ભડકી; TRP વધારવા 2 વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment