Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર્દીની ક્રિટિકલ પરિસ્થિતિમાં અડધા કલાકમાં મળશે:હવે સિવિલમાંથી દર્દીના રજિસ્ટર્ડ નંબર પર રીપોર્ટ વોટ્સઅપ કરાશે

    4 days ago

    ગાંધીનગરની જીએમઈઆરએસ જનરલ હૉસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે લેબોરેટરીના રિપોર્ટ વોટ્સએપ પર મોકલવાની શરૂઆત કરવામાં આવી છે. હૉસ્પિટલની સેન્ટ્રલ સર્વિસ લેબોરેટરી દ્વારા પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગના રિપોર્ટ હવે દર્દીઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલાશે. આ વ્યવસ્થા હેઠળ ક્રિટિકલ રિપોર્ટ અડધા કલાકમાં, જ્યારે અન્ય રિપોર્ટ 6થી 8 કલાકમાં વોટ્સએપ પર મળી જશે. આથી દર્દીઓને રિપોર્ટ લેવા માટે વારંવાર હોસ્પિટલ આવવાની જરૂર નહીં પડે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ મેળવવા માટે દર્દીઓ અથવા તેમના સગાં-સંબંધીઓએ હોસ્પિટલના લેબોરેટરી કાઉન્ટર પર જવું પડતું હોય છે. ઘણી વખત રિપોર્ટ લેવા માટે રાહ જોવી પડે છે અથવા ફરીથી હોસ્પિટલ આવવું પડે છે. જોકે, હવે નવી વ્યવસ્થાને કારણે રિપોર્ટ તૈયાર થયા બાદ દર્દીના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વોટ્સએપ દ્વારા મોકલી આપવામાં આવશે. જેથી દર્દીઓ ઘરે બેઠા જ પોતાના રિપોર્ટ મેળવી શકશે. નવી વ્યવસ્થામાં ક્રિટિકલ એટલે કે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હોય તેવા રિપોર્ટ અડધા કલાકમાં મોકલવામાં આવશે. જ્યારે અન્ય લેબોરેટરી રિપોર્ટ 6થી 8 કલાકમાં દર્દીના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. દર્દીની ક્રિટિકલ પરિસ્થિતિમાં અડધા કલાકમાં મળશે દાખલ દર્દીની ગંભીર પરિસ્થિતિમા 30 મિનિટમા રીપોર્ટ આવી જશે. હોસ્પિટલમાં દાખલ (IPD) દર્દીઓ માટે અલગ સમયમર્યાદા નક્કી કરાઇ છે. જે ઇન્ડોર દર્દીની સ્થિતિ ગંભીર હશે, તેમના રિપોર્ટ્સ અડધા કલાકમાં તેમના સગાં-સંબંધીના વોટ્સએપ નંબર પર મોકલાશે, તેની સાથે રિપોર્ટ્સ દર્દી જે વોર્ડમા દાખલ હશે ત્યાંની IPD સિસ્ટમ પર પણ પહોંચશે, જેથી ડૉક્ટર સમયસર સારવાર કરી શકે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દીપકેની અટકાયતનો અનકટ વીડિયો, આજે વિપક્ષની સુપ્રીમ કોર્ટ માર્ચ, સાઉદીના રિયાધ એરપોર્ટ પર હૂતીઓનો હાહાકાર, ભારતીયનું મોત
    Next Article
    વાવોલમાં પણ ભાજપ-કોંગ્રેસ સામે થયા:મતકેન્દ્ર બહાર ભાજપે પેન, ડાયરી, છત્રીથી પ્રચાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment