Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ:શેરબજાર અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા તબક્કે

    6 hours ago

    ભારતીય શેરબજાર હાલના તબક્કે એક અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા મોડ પર આવીને ઊભું છે. વર્તમાન સમયમાં ભારતીય બજાર માત્ર સ્થાનિક કોર્પોરેટ પરિણામો કે દેશના જીડીપી આંકડાઓથી સંચાલિત નથી થઈ રહ્યું, પરંતુ તેના પર વૈશ્વિક વ્યાજદર, ક્રુડ ઓઈલની અસ્થિરતા અને ડોલર સામે ઘટતા રૂપિયાની ત્રિપાંખી અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આગામી સપ્તાહ દરમિયાન બજાર કઈ દિશામાં ફંટાશે, તેનો આધાર મુખ્યત્વે આ ત્રણ વૈશ્વિક પરિબળો અને તેના આધારે આકાર લેતા વિદેશી રોકાણકારોના નાણાપ્રવાહ પર રહેશે. મિત્રો, બજારની આગામી ચાલ અને વિવિધ સેક્ટર્સ પર તેની પડનારી અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ તો... વૈશ્વિક વ્યાજદરનું દબાણ અને વિદેશી નાણાપ્રવાહ : અમેરિકાની અર્થવ્યવસ્થામાં ફુગાવાના ઊંચા સંકેતોને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં રાહત મળવાની શક્યતાઓ પર હાલ પૂરતું ગ્રહણ લાગ્યું છે. અમેરિકન બોન્ડ યિલ્ડમાં સતત વધારો નોંધાતાં વૈશ્વિક ભંડોળ નિર્માતાઓ હવે જોખમ મુક્ત અને ઊંચું વળતર આપતી યુએસ ટ્રેઝરી તરફ વળી રહ્યા છે. ઈમર્જિંગ માર્કેટ્સ પર અસર: યુએસ બોન્ડ યિલ્ડ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત થવાથી ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે. મૂલ્યાંકનનું દબાણ : જો અમેરિકામાં વ્યાજદર ધારણા કરતાં વધુ સમય સુધી ઊંચા મથાળે રહેશે, તો ભારતીય બજારમાં ઊંચા વેલ્યુએશન ધરાવતા મિડકેપ અને સ્મોલકેપ શેરો પર મોટું વેચવાલીનું દબાણ આવી શકે છે. જો વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં ઘટાડા કે રાહતના કોઈ પણ હકારાત્મક સંકેત મળશે, તો ભારતીય બજારમાં નીચલા મથાળેથી ઝડપી શોર્ટ કવરિંગ અને સુધારો જોવા મળી શકે છે. રૂપિયા માટે પડકારો અને આરબીઆઈ (RBI)નો અભિગમ : છેલ્લા અઠવાડિયામાં ભારતીય રૂપિયો ડોલર સામે એક ટકાથી વધુ નબળો પડીને 95.55 સુધી પહોંચ્યો હતો અને આગામી સત્રોમાં તે 95.80 ની સપાટીને સ્પર્શે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. રૂપિયાની નબળાઈના કારણો : ક્રુડ ઓઈલના ભડકે બળતા ભાવ, વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતી અને FII દ્વારા થતી સતત વેચવાલી રૂપિયા પર ભારે દબાણ સર્જી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)અગાઉ પણ 95.80 ની મનોવૈજ્ઞાનિક સપાટી આસપાસ પોતાના ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરીને હસ્તક્ષેપ કરતી આવી છે. જો રૂપિયો આ સપાટી તોડશે તો RBI તરફથી કરન્સી માર્કેટમાં સક્રિયતા વધશે. કંપનીઓના માર્જિન પર અસર તરીકે નબળા રૂપિયાને કારણે ભારતનું આયાત બિલ મોંઘું થશે, જે ઉત્પાદક અને વપરાશકાર કંપનીઓના પ્રોફિટ માર્જિન પર દબાણ લાવશે જોકે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને ફાર્મા જેવી નિકાસ આધારિત કંપનીઓને નબળા રૂપિયાના કારણે વિદેશી આવકના રૂપાંતરણમાં સીધો ફાયદો મળશે. ક્રુડ ઓઈલની સીધી અસર અને મોંઘવારીનું જોખમ : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત $100 પ્રતિ બેરલથી ઉપર જવી એ ભારતીય અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમી પરિબળ છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતો જિયોપોલિટિકલ તણાવ અને ઊર્જા પુરવઠાની સાંકળમાં ખોરવાઈ રહેલો પ્રવાહ તેલના ભાવમાં મોટી અસ્થિરતા લાવી રહ્યો છે. ભારત તેની જરૂરિયાતનું 85% થી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે. ઊંચા ક્રુડ ઓઈલના ભાવ લોજિસ્ટિક્સ અને પરિવહન ખર્ચમાં સીધો વધારો કરે છે, જેનાથી દેશમાં એકંદર ફુગાવો (Inflation) વધે છે. ક્રુડ ઓઈલ મોંઘું થવાથી ઓટોમોબાઈલ, પેઈન્ટ્સ, ટાયર, કેમિકલ્સ અને સિન્થેટિક ટેક્સટાઈલ ઉત્પાદક કંપનીઓનો કાચા માલનો ખર્ચ વધી જશે. અપસ્ટ્રીમ ઓઈલ ઉત્ખનન કરતી કંપનીઓને ઊંચા ભાવનો લાભ મળી શકે છે, પરંતુ ડાઉનસ્ટ્રીમ રિફાઈનિંગ અને માર્કેટિંગ કંપનીઓના માર્જિન ધોવાઈ શકે છે. સ્થાનિક અર્થતંત્ર અને DIIsનો મજબૂત આધાર : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય બજાર માટે સૌથી મોટું આશ્વાસન દેશનો મજબૂત સ્થાનિક આર્થિક આધાર છે. સ્થાનિક માંગ અને સરકારી ખર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પાછળ કરાઈ રહેલું ભારી મૂડી ખર્ચ, મજબૂત બેંકિંગ ક્રેડિટ ગ્રોથ અને તહેવારોની મોસમમાં વધતી ગ્રાહક વપરાશ ભારતીય અર્થતંત્રના પરિબળોને મજબૂત રાખે છે. જ્યારે પણ વૈશ્વિક વેચવાલીના કારણે બજારમાં મોટો ઘટાડો આવે છે, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી ના માધ્યમથી આવતો નાણાપ્રવાહ બજારને નીચલા મથાળેથી મોટો ટેકો આપે છે. મોંઘવારીના આંકડા અને આરબીઆઈની નાણાકીય નીતિ : તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી (CPI) 4.82% અને જથ્થાબંધ મોંઘવારી (WPI) 9.92% ના સ્તરે પહોંચતા ફુગાવો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. ઊર્જા અને ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલો વધારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે મુશ્કેલ સ્થિતિ સર્જી રહ્યો છે. જો મોંઘવારી અંકુશમાં નહીં આવે, તોRBI ને આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના સંતુલન વચ્ચે વ્યાજદરમાં કપાત કરવાની પ્રક્રિયા લાંબા સમય સુધી મુલતવી રાખવી પડશે. વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ ધૂંધળી થતાં બેંકિંગ અને રેટ-સેન્સિટિવ ક્ષેત્રોમાં ટૂંકા ગાળે અસ્થિરતા વધી શકે છે. સેક્ટર મુજબ વિશ્લેષણ કરીએ તો આગામી દિવસોમાં... બેંકિંગ સેક્ટર :હાલમાં બેંકિંગ ક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ મજબૂત જોવા મળી રહ્યો છે, પરંતુ વ્યાજદરો ઘટવામાં થતા વિલંબના કારણે એનઆઈએમ પર આંશિક અસર પડી શકે છે આવી સ્થિતિમાં રોકાણકારો માટે સલાહ છે કે મોટા અને મજબૂત બેલેન્સશીટ ધરાવતા લાર્જકેપ બેંકિંગ શેરો પોર્ટફોલિયોને અને બજારને સારી સ્થિરતા પૂરી પાડી શકે છે. નાણાકીય સેવાઓ :વીમા, વેલ્થ મેનેજમેન્ટ અને હોમ લોનની સતત વધતી માંગને કારણે આ ક્ષેત્રનો લાંબા ગાળાનો આઉટલુક ખૂબ જ ઉજ્જવળ જણાય છે. તેથી, બજારમાં થતા દરેક ઘટાડે સારી ગુણવત્તા ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર એસઆઈપી મોડમાં રોકાણ કરવું હિતાવહ છે. ફાર્માસ્યુટિકલ્સ :વૈશ્વિક અસ્થિરતા અને બજારના ઉતાર-ચડાવના સમયે ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર એક સુરક્ષિત અને રક્ષણાત્મક ક્ષેત્ર તરીકે ઉભરી આવે છે. એકંદર પોર્ટફોલિયોનું જોખમ ઘટાડવા અને સંતુલન જાળવી રાખવા માટે ફાર્મા શેરો ઉપયોગી સાબિત થઈ શકે છે. એફએમસીજી:ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં માંગમાં સ્થિરતા હોવાને કારણે, મંદી કે ઘટેલા બજારમાં આ સેક્ટર પ્રમાણમાં ઘણું સુરક્ષિત રહે છે. સ્થિર ડિવિડન્ડ આવક મેળવવા અને પોર્ટફોલિયોમાં ઓછી અસ્થિરતા જાળવી રાખવા માટે આ સેક્ટર શ્રેષ્ઠ પસંદગી છે. ઓઈલ ગેસ : ક્રૂડ ઓઈલના ઊંચા અને અસ્થિર ભાવના કારણે આ સેક્ટરમાં ચંચળતા રહેવાની પૂરી શક્યતા છે, અને તેની અસર અલગ-અલગ કંપનીઓ પર જુદી-જુદી થઈ શકે છે. આથી, કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા સ્ટોક-સ્પેસિફિક વિશ્લેષણ કરીને જ આગળ વધવું જોઈએ. બજારની ભાવિ દિશા :આગામી સપ્તાહે બજાર સંપૂર્ણપણે સમાચાર આધારિત રહેવાની શક્યતા છે. રોકાણકારોએ ચાર મુખ્ય સંકેતો જેમ કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની સપાટી, અમેરિકન બોન્ડ યિલ્ડ અને વ્યાજદરના સંકેતો, ડોલર સામે ભારતીય રૂપિયાની ચાલ અને વિદેશી રોકાણકારોનું દૈનિક બાયિંગ/સેલિંગ ડેટા ધ્યાને લેવા જોઈએ.વર્તમાન બજાર "સાવચેતી સાથે તકો શોધવાનું" બજાર છે. ટૂંકા ગાળા માટે બજારમાં મોટી અસ્થિરતા રહેવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ ભારતની સ્થાનિક આર્થિક મજબૂતી લાંબા ગાળાના રોકાણકારો માટે મોટી આશાનું કિરણ છે. તેથી, હાલના તબક્કે એકસાથે મોટી મૂડીનું રોકાણ કરવાને બદલે,બજારમાં આવતા દરેક ઘટાડા પર ફંડામેન્ટલી મજબૂત, શૂન્ય દેવું ધરાવતી અને સારા કોર્પોરેટ ગવર્નન્સ વાળી કંપનીઓમાં તબક્કાવાર રોકાણ કરવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ. નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22625 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22474 પોઇન્ટના પ્રથમ અને 22303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22676 પોઇન્ટથી 22737 પોઇન્ટ, 22808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… ગ્લેનમાર્ક ફાર્મા ( 2303 ) :- ફાર્મા સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2303 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2233 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2337 થી રૂ.2344 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.2350 ઉપર તેજી તરફી ધ્યાન...!! ઓબેરોઈ રિયલ્ટી ( 1703 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.1703 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1680 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1733 થી રૂ.1740 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! એસબીઆઈ ( 960 ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.933 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.974 થી રૂ.980 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! એયુ બેંક ( 988 ) :- એયુ બેંક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.988 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.973 ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.997 થી રૂ.1008 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.1018 ઉપર તેજી તરફી ધ્યાન...!!! ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 872 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.848 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.833 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.884 થી રૂ.890 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! હિન્દુસ્તાન ઝિંક ( 543 ) :- રૂ.523 નો પ્રથમ તેમજ રૂ.505 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.563 થી રૂ.570 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા....!!!
    Click here to Read More
    Previous Article
    Neha Bora और लेफ्ट ने लाज बचा ली, CJP को 10 अक्टूबर से सीखना होगा | Abhijeet Dipke|Delhi Police

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment