Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર અને જીગરાનો જાદુ છવાયો:ચુનરિયા સોંગ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, વડોદરાના યુનાઈટેડ વેના ગરબામાં ખેલૈયાઓના મોબાઈલની ચોરી થતા હોબાળો

    10 hours ago

    નવલા નોરતાના પ્રથમ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં રાસ-ગરબાની રમઝટ જામી. અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર, જીગરદાન ગઢવી સહિતના સિંગરે ખેલૈયાઓને ડોલાવ્યા. તો વડોદરામાં અતુલ પુરોહિતના સૂર સંગ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો રંગારંગા પ્રારંભ થયો. ઐશ્વર્યા મજમુદારે અમદાવાદમાં ખેલૈયાઓને ડોલાવ્યા અમદાવાદની સ્વર્ણિમ નગરી નવરાત્રિમાં સિંગર ઐશ્વર્યા મજમુદારે રાસ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ડોલાવ્યા. તો સાચી નવરાત્રિમાં જીગરદાન ગઢવી અને નવસત્વ ગરબામાં દિવ્યા ચૌધરીને સંગ ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. વડોદરામાં યુનાઈટેડ વેના ગરબામાં જાણે ખેલૈયાઓનું કીડિયારું ઉભરાયું વડોદરાના યુનાઈટેડ વેના ગરબામાં અતુલ પુરોહિતના સૂરોને સંગ ગરબે ઘૂમવા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા. આ વર્ષે ખાસ અમેરિકાથી બે મહિલાઓ પણ વડોદરામાં ગરબે ઘૂમવા માટે પહોંચ્યા. રાજકોટમાં અવાર્ચીન રાસોત્સવમાં રાસ ગરબાની રમઝટ જામી રાજકોટના પાર્થરાજ ક્લ્બ બામ્બુ બિટ્સ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ્સ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી. 49 વર્ષીય મહિલાએ યુવતીઓની માફક ગરબે ઘૂમતા જોવા મળ્યા. અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો રંગારંગ પ્રારંભ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાતા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના CMના હસ્તે પ્રારંભ કરાયો. 800 ખેલૈયા દ્વારા અવનવા રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા. પ્રથમ નોરતાની રાસ ગરબાની પળેપળની અપડેટ જુઓ
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદાર અને જીગરાનો જાદુ છવાયો:ચુનરિયા સોંગ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, સુરત, રાજકોટ અને વડોદરામાં પ્રથમ નોરતે રાસ-ગરબાની રમઝટ
    Next Article
    Neha Bora और लेफ्ट ने लाज बचा ली, CJP को 10 अक्टूबर से सीखना होगा | Abhijeet Dipke|Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment