Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, શેરી-પોળો અને સોસાયટીઓમાં ગરબા શરૂ:પ્રથમ નોરતે માતાજીની આરતી બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, ભક્તિમય માહોલ છવાયો

    1 day ago

    પાટણ શહેર અને જિલ્લામાં આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનો પર્વ નવરાત્રિનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે શહેરની શેરી-પોળો અને સોસાયટીઓમાં માતાજીની સ્થાપના, પૂજા-અર્ચના અને આરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ, જેનાથી શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છવાયો. શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લા અને પોળમાં ઘટસ્થાપના કરાઈ હતી. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમવા પહોંચ્યા. હિંગળાચાચાર ચોકમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરી આરતી કરાઈ. ઝીણીપોળના રામજી મંદિર ખાતે બાળકોએ ગબ્બર પર માતાજીની મૂર્તિ બિરાજમાન કરી આરતી ઉતારી. જળચોક અને જોગીવડો વિસ્તારમાં પણ ગરબા શરૂ થયા. એક સેવાકીય સંસ્થા દ્વારા શહેરમાં 2 સ્થળે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રથમ દિવસે આમંત્રિત મહેમાનોએ માતાજીની આરતી ઉતારી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. આગામી દિવસોમાં ગરબાની રમઝટ વધુ જામશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર સગીરા દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ નિમાયા:પીડિતાને ઝડપી ન્યાય અપાવવા રાજ્ય સરકારે એસ.બી. જેઠવાની નિમણૂક કરી
    Next Article
    Gandhinagar GMC Election | ગાંધીનગરના વાવોલમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને | Vavol |BJP | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment