Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરાઈવાડીમાં ડો.બાબા સાહેબનું બેનર ફાડી દેવાયું:ઘાટલોડિયાના દારૂડિયા કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

    13 hours ago

    અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી પરણિતાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા દારૂ પીને મારઝૂડ કરવા તેમજ શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ કોન્સ્ટેબલ પતિ સહિત સાસરિયા સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના ત્રણ વર્ષ બાદથી પતિ દારૂ પીવાની લતે ચઢી જઈ ત્રાસ ગુજારતો હતો, જેમાં સાસુ, સસરા અને દિયર પણ પતિનું ઉપરાણું લઈને ત્રાસ આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. અમરાઈવાડીમાં મેટ્રો પિલર નંબર 55 પાસે લગાવેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પોસ્ટર કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વે ફાડી નાખતાં સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી દુભાઈ છે. એક રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી છે. દારૂડિયા કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ ફરિયાદ નોંધાવી અમરાઈવાડી વિસ્તારમાં પિયરમાં રહેતી 37 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2013માં ઘાટલોડિયાના સુર્યોદય એપાર્ટમેન્ટ ખાતે રહેતા અલ્પેશભાઈ મોતીભાઈ દેસાઈ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો છે. પતિ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. લગ્નના ત્રણેક વર્ષ બાદ પતિ દારૂ પીને ઘરે આવી નાની-નાની બાબતોમાં ઝઘડા કરતો હતો. આ અંગે સાસુ, સસરા અને દિયરને રજૂઆત કરતાં તેઓ પણ પતિનું ઉપરાણું લઈ ‘ઘરના નિયમ મુજબ રહેવું પડશે, નહીં તો નીકળી જા’ તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. 2019માં વિવાદ વધતાં પરિણીતા સંતાનો સાથે પિયર જતી રહી હતી. ત્યારબાદ જુલાઈ 2023માં જ્ઞાતિના આગેવાનો વચ્ચે સમાધાન થતાં પતિએ ભવિષ્યમાં દારૂ ન પીવાની બાંહેધરી આપી હતી. જોકે, એકાદ મહિનો સારો રાખ્યા બાદ પતિએ ફરીથી દારૂ પીવાનું શરૂ કરી મારઝૂડ ચાલુ રાખી હતી. ત્રાસ અસહ્ય બનતાં ડિસેમ્બર 2023થી પરિણીતા પિયરમાં રહેતી હતી. ફરી સમાધાન ન થતાં આખરે પરિણીતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પોસ્ટર ફાડી નાખતાં ફરિયાદ નોંધાઈ અમરાઈવાડી વિસ્તારમાં મેટ્રો પિલર નંબર 55 પાસે લગાવેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પોસ્ટર કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વે ફાડી નાખતાં સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી દુભાઈ છે. 14 એપ્રિલના રોજ જન્મ જયંતી નિમિત્તે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જોકે 9 ઓક્ટોબરના રોજ આ બેનર ફાટેલું જોવા મળ્યું હતું. જેથી આસપાસના સ્થાનિક રહેશો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સમાજ વચ્ચે વૈયમનસ્ય ઊભું થાય અને શાંતિ ડહોળાય તેવા આશયથી કરવામાં આવેલા આ કૃત્ય અંગે સ્થાનિક રિક્ષાચાલકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડે ત્રણ નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા:હળવદ, માળીયા અને મોરબી તાલુકાના ગુનામાં સંડોવાયેલા, ચરાડવા, ભીમસર ચોકડી અને લતીપરથી પકડાયા
    Next Article
    વલસાડમાં 'ગ્રામહાટ'નું ઉદ્ઘાટન:રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોને મળશે ઉત્પાદનો વેચવા નવું મંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment