Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના મકરપુરા વિસ્તારમાં સ્કૂટર અને બાઇક વચ્ચે અકસ્માત:બંને ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા

    7 hours ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશન પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સ્કૂટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનોના ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે સ્કૂટર અને બાઇક વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને વાહનોના ચાલકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર એકત્રિત થયા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે મદદના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા બંને વાહનચાલકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે સર્જાયેલા આ ગંભીર માર્ગ અકસ્માતને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કારનો કાચ તોડી 35 લાખની ચોરી, CCTV:કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયર ચા-પાણી પીવા રોકાયા ને 10 મિનિટમાં ખેલ થઈ ગયો
    Next Article
    Gujarat Breaking News: ગુજરાતના 4 વાગ્યા સુધીના સૌથી મોટા સમાચાર | Local Body Election | Gandhinagar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment