Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ:નરેશ પટેલ-જયેશ રાદડિયા વચ્ચે ઉષ્માભર્યું મિલન; ખોડલધામ શિખર પર નૂતન ધ્વજારોહણ; હવન અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ

    15 hours ago

    આસો નવરાત્રિના પાવન પર્વના પ્રથમ નોરતે ખોડલધામ ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી સતત 16મા વર્ષે પરંપરાગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા દરમિયાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઉષ્માભર્યું મિલન જોવા મળ્યું હતું. મહાઆરતી અને પુષ્પાંજલિ બાદ પદયાત્રા પ્રસ્થાન પદયાત્રાના પ્રારંભ પૂર્વે કાગવડ ગામના તત્કાલ હનુમાનજી મંદિર ખાતે માતાજીની મહાઆરતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે ડી.જે.ના તાલે અને ગરબાની રમઝટ સાથે 'જય મા ખોડલ'ના નાદ વચ્ચે પદયાત્રા આગળ વધી હતી. કાગવડથી ખોડલધામ સુધીના 3 કિલોમીટરના માર્ગ પર 1 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. રાજકીય-સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ આ પદયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને અનારબેન પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમો પદયાત્રા મંદિર પરિસરે પહોંચતાં પદયાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અગ્રણીઓ અને ટ્રસ્ટીઓના હસ્તે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિથી હવન યોજાયો હતો. નવરાત્રિના તમામ દિવસો દરમિયાન ખોડલધામ ખાતે દરરોજ હવન, મહાઆરતી અને શણગાર દર્શન સહિતના ધાર્મિક આયોજનો યોજાશે.
    Click here to Read More
    Previous Article
    UPSCની IMD સાયન્ટિસ્ટ-Bની 46 જગ્યા માટે એકઝામ યોજાઈ:બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારોએ કહ્યું-નોકરી, ફેમિલી અને તૈયારી એકસાથે મેનેજ કરવું અઘરું
    Next Article
    96 Director C Prem Kumar To Take Up Scripts Written By Other Writers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment