Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના પાટેકરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો:દાવો- હૃદયની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામવાથી હાર્ટ એટેક આવ્યો હતો

    8 hours ago

    નાના પાટેકરના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. ડૉક્ટરોએ તેમના મૃત્યુને કુદરતી ગણાવ્યું છે. ટીવી 9 ભારતવર્ષ અનુસાર, પાટેકર કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD)થી પીડિત હતા. તેમના હૃદયની મુખ્ય ધમનીમાં લોહીનો ગઠ્ઠો (બ્લડ ક્લોટ) જામવાના કારણે હૃદયના એક મોટા ભાગમાં લોહી વહેતું અટકી ગયું, જેના કારણે તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો. ગંભીર હાર્ટ એટેકની અસરને કારણે અંતે તેમનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું, જેને તબીબી ભાષામાં કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે. નાનાએ નિધનના થોડા કલાકો પહેલાં મિત્રને મેસેજ કર્યો હતો પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે નાના પાટેકરે નિધનના થોડા કલાકો પહેલાં પોતાના નજીકના મિત્ર અમેય નાઈકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 8 ઓક્ટોબરની સવારે આશરે 2:30 વાગ્યે વોટ્સએપ પર મેસેજ મોકલીને તબિયત સારી ન હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેમણે અમેયને ફોન પણ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અમેય નાઈકએ નાનાં પાટેકરનો મેસેજ સવારે લગભગ 3:30 વાગ્યે જોયો. ત્યારબાદ તેઓ તરત જ તેમના ડોના પાવલા સ્થિત ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે નાનાને સોફા પર બેભાન હાલતમાં જોયા. પરિસ્થિતિની ગંભીરતા જોતા અમેયે સુરક્ષા ગાર્ડની મદદથી હોસ્પિટલની ઇમર્જન્સી સેવાઓનો સંપર્ક કર્યો. ત્યારબાદ નાનાં પાટેકરને મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો નાનાં પાટેકરના મૃત્યુનું કારણ જાણવા માટે 8 ઑક્ટોબરે બાંબોલી સ્થિત ગોવા મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. નાના પાટેકરના નિધનના સમાચાર મળ્યા બાદ પણજી પોલીસે પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ 194 હેઠળ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. ગોવાથી નાના પાટેકરનું પાર્થિવ શરીર પુણે લાવવામાં આવ્યું હતું. અહીં મોડી રાત્રે ડોંજેએ ગામમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી તસવીરો જુઓ-
    Click here to Read More
    Previous Article
    ગુજરાતનો 'અમિતાભ' ઓરિજિનલ 'બિગ બી'ના બર્થ ડે સેલિબ્રેશનમાં પહોંચ્યો:‘જલસા’ની બહાર ચાહકોની ભીડ; કેક વહેંચીને મનાવ્યો જશ્ન, ઢોલ-નગારા પર કર્યો ડાન્સ
    Next Article
    ગુજરાતી ફિલ્મ્સના ટીઝર રિલીઝ:હિતેન કુમારની 'રફ એન્ડ ટફ કન્યા' 20 નવેમ્બરે તો તુષાર સાધુની 'શ્રીમાન સેન્ડવિચ' આવતા વર્ષે થિયેટરમાં આવશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment