Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિનું સપ્તાહ કેવું રહેશે?:કર્ક, તુલા અને ધન રાશિ પર માતા લક્ષ્મીની કૃપા; મિથુન, સિંહ અને વૃશ્ચિક જાતકોને મળશે સરસ્વતી દેવીના આશીર્વાદ

    16 hours ago

    11 ઓક્ટોબર, રવિવારથી 17 ઓક્ટોબર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ- આ સપ્તાહે કેટલીક નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની યોજનાઓ બનશે. પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાનો પણ ઉકેલ આવશે. થોડો સમય તમારી રુચિપૂર્ણ પ્રવૃત્તિઓ માટે પણ કાઢો, તેનાથી માનસિક શાંતિ મળશે. ધાર્મિક યાત્રા સંબંધી પ્રોગ્રામ પણ બની શકે છે. નેગેટિવ- બીજાની વાતો પર ભરોસો કરવાને બદલે તમારા નિર્ણયો જાતે જ લો તો વધુ સારું રહેશે. જો લોન લેવાની યોજના બની રહી હોય, તો તમારી ક્ષમતા કરતાં વધુ લેવાનું ટાળો. આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં વધારાની આવકનું કોઈ સાધન બનશે. માત્ર કાર્યપ્રણાલી અને કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. નોકરીયાત લોકો પોતાની કાર્યપ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવાનો પ્રયાસ ન કરે, કારણ કે અત્યારે સ્થિતિમાં સુધારો આવવાનો નથી. લવ: જીવનસાથી તથા પરિવારના સભ્યોનો તમારા પ્રત્યે સંપૂર્ણ સહયોગ રહેશે અને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય: આ સમયે દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે. વધુ એસિડિટી વધારનારા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરો. લકી કલર: પિંક લકી નંબર: 6 પોઝિટિવ- આ સપ્તાહે અચાનક જ ઘરમાં કોઈ નજીકના સંબંધીના આગમનથી ખુશહાલ વાતાવરણ રહેશે. સકારાત્મક પરસ્પર વાતચીત પણ થશે. વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી કોઈ અડચણ દૂર થવાથી તેઓ રાહત અનુભવશે. તમારું વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારી પ્રગતિમાં સહાયક બનશે. નેગેટિવ- ક્યારેક કેટલીક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં કમી આવી જાય છે. તમારો સ્વભાવ પોઝિટિવ રાખો તથા વર્તમાન પરિસ્થિતિઓમાં જ તમારું ધ્યાન લગાવો. સાથે જ નજીકના સંબંધીઓ સાથે સંબંધો મધુર જાળવી રાખો. વ્યવસાય: વ્યવસાયમાં તમારી યોજનાઓ સાથે જોડાયેલા દરેક પાસાઓ પર યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. નહિતર મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી થોડું તણાવ રહી શકે છે. નોકરીમાં વિશેષ કાર્યભાર મળશે અને સાથે જ પ્રમોશન પણ શક્ય છે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે. નકામા વાદ-વિવાદની અસર પરિવારની સુખ-શાંતિ પર પણ પડશે. સ્વાસ્થ્ય: ભારે ખાનપાનના કારણે એસિડિટી જેવી કોઈ તકલીફ અનુભવાઈ શકે છે. બહેતર રહેશે કે આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર: ક્રીમ લકી નંબર: 1 પોઝિટિવ- આ સપ્તાહે કોઈ પારિવારિક સભ્ય તરફથી કોઈ સંતોષજનક માહિતી મળવાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે દિલના બદલે મગજથી કામ લો, કારણ કે ભાવુકતામાં કેટલાક નિર્ણયો ખોટા થઈ શકે છે. કોઈ માંગલિક કાર્ય સંબંધી યોજના બનશે. નેગેટિવ- પરંતુ નકામી વ્યસ્તતાના કારણે તમારા પોતાના કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આનાથી તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં પણ કમી આવશે. જો કોઈ ખાસ મીટિંગ હોય, તો સ્થગિત રાખો અથવા ખૂબ જ સાવચેતીપૂર્વક કરો. વ્યવસાય: કારોબારી મામલાઓમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરો, નુકસાન થવાની સ્થિતિ બનેલી છે. લેવડ-દેવડના મામલામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. બેરોજગાર લોકોને કોઈ તક મળી શકે છે. નોકરીયાત વ્યક્તિઓ પોતાના કામને સારી રીતે અંજામ આપી શકશે. લવ: પતિ-પત્ની અંગત સમસ્યાઓને પરસ્પર સામંજસ્ય દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે, સંબંધોમાં ફરી મધુરતા આવશે. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. યોગ અને કસરત પર યોગ્ય સમય આપો. લકી કલર: બ્રાઉન લકી નંબર: 9 પોઝિટિવ- ઘરના બદલાવ સંબંધી યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. કોઈ અટકેલા નાણાં મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. યુવાનોને પોતાની કરિયરને લઈને કરાયેલા પ્રયાસોમાં કોઈ શુભ સમાચાર મળવાના છે. નેગેટિવ- પોતાની ભાવનાઓ અને આવેશ પર અંકુશ રાખો. નાની એવી વાત પર જ કોઈની સાથે બોલાચાલી કે બહસ થઈ શકે છે. બાળકોની મુશ્કેલીઓના ઉકેલ માટે થોડો સમય તેમની સાથે પણ વિતાવવો જરૂરી છે. જો કોઈ કોર્ટ કેસ સંબંધી મામલો ચાલી રહ્યો હોય, તો તેમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાયમાં સ્ટાફ તથા કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. તમારા કઠોર વ્યવહારના કારણે કોઈ મહત્વપૂર્ણ કર્મચારી કામ છોડીને જઈ શકે છે. આ સમયે જો કાર્ય વિસ્તરણ સંબંધી કોઈ યોજના બની રહી હોય તો તેના પર અમલ કરવાનો અનુકૂળ સમય છે. લવ: દાંપત્ય સંબંધોમાં થોડા અહંકાર જેવા ઘર્ષણની સ્થિતિ રહી શકે છે. બહારના લોકોને તમારા ઘરના મામલામાં દખલ કરવા ન દો. સ્વાસ્થ્ય: નકામી પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખો. નકારાત્મક વિચારોથી દૂર રહેવા માટે પોતાને વ્યસ્ત રાખો તથા ક્રિએટિવ પણ રહો. લકી કલર: સફેદ લકી નંબર: 3 પોઝિટિવ- આ સપ્તાહે દિનચર્યા વ્યવસ્થિત અને મનપસંદ રીતે પસાર થશે. કેટલાક ઉકેલ પણ મળશે, જેનાથી તમે પોતાને ફરી ઊર્જાથી ભરપૂર અનુભવશો. યુવાનોને પોતાની કરિયર સાથે જોડાયેલી કોઈ સિદ્ધિ મળવાની આશા છે. નેગેટિવ- સમયનું સંચાલન કરવું તમારી યોગ્યતા અને કાર્યપ્રણાલી પર પણ નિર્ભર કરે છે, કારણ કે મહેમાનોના આગમનથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો ખોરવાઈ પણ શકે છે. કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવાની કે ચોરી થવાની આશંકા છે. આ કારણે તણાવ રહેશે અને નકારાત્મકતા પણ હાવી થશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં અતિશય વ્યસ્તતા રહેશે. પરંતુ તેના મનઅનુકૂળ પરિણામો મેળવવા માટે થોડી રાહ પણ જોવી પડશે. આ સમયે વર્તમાન પરિસ્થિતિઓ પર જ ધ્યાન આપો, કોઈ નવું કામ શરૂ ન કરો. પાર્ટનરશિપ સંબંધી વ્યવસાયમાં પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. લવ: પતિ-પત્ની વચ્ચેની ખાટી-મીઠી તુ-તુ-મેં-મેં તેમના સંબંધોમાં વધુ નિકટતા લાવશે. પ્રેમ સંબંધોને સંયમિત અને મર્યાદિત રાખો. સ્વાસ્થ્ય: થાક હાવી રહેશે. સકારાત્મક પ્રવૃત્તિઓમાં તમારો સમય વિતાવો તથા વ્યવસ્થિત દિનચર્યા રાખો. લકી કલર: લાલ લકી નંબર: 7 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ દુવિધાઓનો ઉકેલ આ સપ્તાહે મળવાથી રાહત મળશે અને તમે પોતાના દમ પર કોઈ ખાસ કામ કરવાની ક્ષમતા પણ રાખશો. ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી આસ્થા અને રુચિ રાખવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે. નેગેટિવ- યુવાનો નકામી મૌજ-મસ્તીમાં સમય વેડફે નહીં. પ્રગતિ મેળવવા માટે પોતાના સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. ગેરકાનૂની મામલાઓથી દૂર જ રહો. સંતાનની કોઈ પ્રવૃત્તિ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક પ્રવૃત્તિઓ મનમુજબ રીતે ચાલતી રહેશે. પરંતુ તમારી કાર્યપ્રણાલીમાં પણ કેટલાક બદલાવ ચોક્કસ લાવો. આત્મવિશ્વાસ જાળવી રાખો. કેટલાક લોકો સ્પર્ધાના કારણે તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, તેથી સચેત રહેવું પણ જરૂરી છે. લવ: પતિ-પત્નીએ સંબંધોને મધુર બનાવી રાખવા માટે પરસ્પર તાલમેલ બહેતર બનાવવો જરૂરી છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા રહેશે. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત દિનચર્યા રાખો તથા એક્સરસાઇઝ, યોગ વગેરે નિયમિત કરો. ભારે અને તળેલા-શેકેલા ખાનપાનના કારણે પેટ ખરાબ રહેશે. લકી કલર: લીલો લકી નંબર: 2 પોઝિટિવ- આ સપ્તાહે ઘર-પરિવારની સુખ-સુવિધા સંબંધી વસ્તુઓની ઓનલાઈન શોપિંગમાં મનોરંજક સમય પસાર થશે. પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારું સંપૂર્ણ સમર્પણ રહેશે. તમારા પર્સનલ કામ પણ સુચારૂ રૂપે સંપન્ન થશે. નેગેટિવ- એ પણ ધ્યાન રાખો કે તમારી કોઈ લાપરવાહી અથવા આળસના કારણે કોઈ ખાસ કામ અધૂરું રહી જશે. ક્યારેક તમારા વિચારોની સંકીર્ણતા પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તેથી તમારા વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. વ્યવસાય: માર્કેટિંગ સંબંધી કાર્યો સાવચેતીપૂર્વક કરો. પરંતુ કોઈ બહારની વ્યક્તિની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. નોકરીયાત વ્યક્તિઓ પોતાના પેપરવર્કને સાવચેતીપૂર્વક કરે, કારણ કે આ સમયે કોઈ પણ પ્રકારની ગરબડ થવાની આશંકા બની રહી છે. લવ: પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. તમામ સભ્યો પ્રફુલ્લિત અને ખુશ રહેશે. સાંજે કોઈ મનોરંજન અને ડિનર જેવા મસ્તીભર્યા પ્રોગ્રામ બનશે. સ્વાસ્થ્ય: બદલાતા હવામાનના કારણે એલર્જી થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર: બદામી લકી નંબર: 5 પોઝિટિવ- આ સપ્તાહે કોઈ સુખદ સમાચાર મળવાથી આત્મવિશ્વાસ વધશે અને પોતાના કાર્યો પણ નિયત સમયે પૂરા કરી લેશો. સંબંધીઓ તથા મિત્રો સાથે પણ મુલાકાત થશે. તમે તમામ ચિંતાઓને છોડીને હળવા-ફૂલકા મૂડમાં રહેશો. યુવા વર્ગ પોતાની કરિયરને લઈને ખૂબ જ ગંભીર રહેશે. નેગેટિવ- પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના સારા-નરસા પાસાઓ પર વિચાર ચોક્કસ કરી લો. બાળકોની ભૂલો પર તેમને વઢવાથી કે ઠપકો આપવાથી તેમનામાં લઘુતાગ્રંથિ આવી શકે છે. બહેતર રહેશે કે તેમની મુશ્કેલીઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. વ્યવસાય: કારોબારી દ્રષ્ટિએ ગ્રહ સ્થિતિમાં અનુકૂળતા બની રહી છે. વ્યવસાયમાં તમારી પૂરી ઊર્જા અને મહેનત તમારા કાર્યો પ્રત્યે લગાવો. સહયોગીઓ અને કર્મચારીઓની સલાહ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. નોકરીયાત લોકોને પોતાની યોગ્ય કાર્યપ્રણાલીના કારણે પ્રગતિ શક્ય છે. લવ: વિવાહિત જીવનમાં યોગ્ય સામંજસ્ય જાળવી રાખો. તમારા લવ પાર્ટનર સાથે મુવી અથવા લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રોગ્રામ બનાવો. સ્વાસ્થ્ય: કામકાજની અતિશયતાના કારણે માનસિક તણાવ રહી શકે છે. બ્લડ પ્રેશર સંબંધી તપાસ પણ નિયમિત રૂપે કરાવો. લકી કલર: કેસરી લકી નંબર: 8 પોઝિટિવ- આ સપ્તાહે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે તમારા મૈત્રીપૂર્ણ સંબંધો બનશે. મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામો પણ પ્રાપ્ત થશે. કોઈ પણ નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો, પરંતુ પ્રેક્ટિકલ રીતે તમારી કાર્યપ્રણાલી સંબંધી યોજનાઓ બનાવો. એવું કરવાથી તમને નિશ્ચિત જ સફળતા મળશે. નેગેટિવ- બીજાના મામલામાં બિનજરૂરી દખલ ન કરો. નહિતર તેનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદ થવાથી તેની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા તથા પરસ્પર સંબંધો પર પણ પડશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં તમામ કાર્યોને જાતે જ વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો, સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમારા કાર્યોનો શ્રેય કોઈ અન્ય ન લઈ જાય. ઓફિશિયલ યાત્રાનો પ્રોગ્રામ બનશે. જો કોઈ વ્યવસાયી સાથે વાદ-વિવાદ જેવો મામલો ચાલી રહ્યો હોય, તો તેનો ઉકેલ આવવાની શ્રેષ્ઠ સંભાવના છે. લવ: જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમવા માટે કેટલીક અડચણો આવી શકે છે. સ્વાસ્થ્ય: અસંતુલિત ખાનપાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. લાપરવાહી ન દાખવો. હળવો તથા પચવામાં સરળ ખોરાક ગ્રહણ કરો. લકી કલર: બસંતી લકી નંબર: 4 પોઝિટિવ- આ સપ્તાહે ફાયનાન્સ સંબંધી બનાવાયેલી યોજનાઓ સફળ રહેશે તથા લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવમાંથી રાહત મળશે. કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય વિતાવવાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ- મિત્રો તથા સંબંધીઓ સાથે સંબંધો મધુર જાળવી રાખવા તમારી જવાબદારી રહેશે. વીતેલી નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. આનાથી સમય વેડફાવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ પર ચોક્કસ અમલ કરો. વ્યવસાય: તમારા પ્રયાસોથી વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. માત્ર પોતાના કામને આયોજનબદ્ધ રીતે કરવાની જરૂર છે. સહયોગીઓ સાથે વાતચીત માધ્યમથી સમસ્યાઓ ઉકેલાશે. નોકરીયાત વ્યક્તિઓને ઓફિસથી સંબંધી કોઈ શુભ સમાચાર મળશે. લવ: પતિ-પત્નીના પરસ્પર સંબંધોમાં ચાલી રહેલા મનમુટાવની અસર તમારા ઘરની સુખ-શાંતિ પર પણ પડી શકે છે. પ્રેમ સંબંધો બદનામીનું કારણ બનશે. સ્વાસ્થ્ય: આ સમયે પડવા અથવા ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. જોખમવાળા કાર્યોથી દૂર રહો તથા વાહન પણ સાવચેતીપૂર્વક ચલાવો. લકી કલર: વાદળી લકી નંબર: 6 પોઝિટિવ- તમારા મનપસંદ કાર્યોમાં આનંદદાયક સમય પસાર થશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીને તમને આત્મિક ખુશી અનુભવાશે. વરિષ્ઠ તથા અનુભવી લોકોના સાનિધ્યમાં તમને ઘણી વ્યવહારિક માહિતીઓ શીખવા મળશે. નેગેટિવ- આ સપ્તાહે કોઈ પણ પ્રકારની યાત્રાને સ્થગિત રાખવી એ જ યોગ્ય નિર્ણય રહેશે, કારણ કે તેનું કોઈ પરિણામ પ્રાપ્ત થશે નહીં. શોપિંગ વગેરે કરતી વખતે લેવડ-દેવડ સાવચેતીથી કરો. બાળકો સાથે સંબંધી કોઈ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ-મસલત કરો. વ્યવસાય: કારોબારમાં વિસ્તાર થશે. નવા કાર્યોની રૂપરેખાને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે ખૂબ જ સાવચેતી રાખો. ખર્ચ પર અંકુશ રાખો. નોકરીયાત લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગાડે નહીં. લવ: પરિવાર સાથે પરસ્પર વાતચીત અને મનોરંજનમાં સુખદ સમય વિતશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે. સ્વાસ્થ્ય: ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમની દેખભાળ કરો તથા યોગ્ય સારવાર કરાવો. લકી કલર: ગ્રે લકી નંબર: 3 પોઝિટિવ- આ સપ્તાહે સુખદ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમે તમારા દમ પર દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. જો ઘરના જાળવણી સંબંધી યોજનાઓ બની રહી હોય, તો વાસ્તુ સંમત નિયમોનું પાલન કરવું પણ યોગ્ય રહેશે. તમારી કોઈ ખાસ ક્ષમતાને નિખારવાનો પ્રયાસ કરશો. નેગેટિવ- નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં. કોઈ નજીકની વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા પર વાદ-વિવાદ વધી શકે છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં વધુ ગુસ્સો અને આવેશમાં આવવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાય: કારોબારમાં કેટલાક ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. આ અવસ્થામાં અનુભવી લોકોનો સહયોગ અને માર્ગદર્શન તમારા માટે સહાયક રહેશે. નોકરીમાં કાર્યભાર વધવાના કારણે તણાવ રહેશે. તેથી વ્યવસ્થિત રીતે તમારા કાર્યોની પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. લવ: પારિવારિક સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ અને સામંજસ્ય જાળવાઈ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધો ઘરની સુખ-શાંતિ ભંગ પણ કરી શકે છે. સ્વાસ્થ્ય: સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. સાથે જ યોગ, મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 9
    Click here to Read More
    Previous Article
    WWE Money In The Bank 2026 Results: List Of Winners, Championship Outcomes And Key Highlights
    Next Article
    રવિવારનું રાશિફળ:મેષ-કન્યા અને તુલા જાતકોને નવરાત્રિનો પ્રારંભ ફળશે, કુંભ રાશિના લોકોના વ્યવસાય પર માતાજીનો હાથ રહેશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment