Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:કુપાત્રે કથા

    9 hours ago

    કોઈ હાડેતી ને નરવી બાઈ માણહ હાલી જાતી હોય, ને જોરુકા પગમાં કાંબી ને કડલાં જેવાં રૂડાં લાગે, એવી રઢિયાળી એક નગરીનો રાજા દેવપાળ ઘણો ગુણી છે. દેશ-પરદેશના કવિ, ગન્યાની ને કળાકારો આવે છે. રાજા સૌને માન- સનમાન આપે છે. જેને જેમ શોભે એમ ભેટ- સોગાત આપે છે. રાજાની કીરતના ડંકા દશે દિશામાં વાગે છે, પણ વખતનો વાયરો કાયમ એકધારો નથી હાલતો. રાજાનું અણધાર્યું મોત આવ્યું. કટાણે સૂરજ આથમી જાય ને ધોળે દાડે અંધારું થઈ જાય, એમ નગરની શોભા ઝાંખી પડી ગઈ. રાજકુંવર ધનપાળ ગાદીએ બેઠો છે. જૂના રાજાની શાખને લીધે છેટે છેટેના મલકથી કવિઓ હજી આવે છે, પણ નવા રાજાનું મન ઘણું સાંકડું છે. કવિઓ નિરાશ થઈને પાછા વળે છે. એમાં એક દી’ એક ભાથીકવિએ સભામાં પગલાં માંડ્યાં. ભાથી કવિ એટલે એવો કવિ કે જેના ભાથામાં કોઈ દી’ ખૂટે નહીં એવાં અને ધારે તે નિશાન પાડે એવાં, શબદોનાં બાણ ભર્યાં હોય. નાની છોકરીયું જેમ પાંચીકાને રમાડે એમ શબદને રમાડે છે. કવિએ દુહો રમતો મેલ્યો: ‘કંચન, કળા ને કામિની, અમલ અને અધિકાર; બળ, બુદ્ધિ, બહુમાન મળે, જીરવ્યે પાતર પાર. હે રાજા! સંપત્તિ, સત્તા, કળા, બળ, વિદ્યા, માન, સુંદર નારી અને અમલ -આટલાં વાનાંને જાળવવાં અને જીરવવાં અઘરા છે. પાત્રતા વિના આ બધું પચે નહીં.’ સભામાં ભલકારા થાવા મંડ્યા. રાજાને મોજ આવી ગઈ. કવિને સોનાના હારની ભેટ આપી. કવિએ બીજો દુહો કીધો: ‘હુંપદમાં હલકો થિયો,ભરમે વાધ્યો ભાર; એંકારે અળખામણો,ખોટ્યે થિયો ખુવાર.’ ‘હે રાજા! તું રાજા છો, પણ તને અભિમાન નથી, હુંપદ નથી. તને ધન્ય છે.’ સભાને મોજ આવી ગઈ. રાજા બોલ્યો: ‘કવિરાજ ! ભારે રૂડી વાત લાગી. તમને હમણાં જે હાર આપ્યો ઈ તો ખાલી સોનાનો છે, ઈ પાછો આપો, એમાં હીરા- માણેક ને મોતી મઢાવીને તમને આપીશ.’ કવિએ હાર પાછો આપ્યો. વળી ત્રીજો દુહો કીધો: ડાળી લીલી હોય તો, નવાં ફૂટશે પાન; ઝાકળ પાશે ઝાડવાં, વગડો છો વેરાન. આખી સભામાં કવિનો જયજયકાર થઈ ગ્યો. રાજાએ મીઠાં વેણ ઉચ્ચાર્યાં: ‘કવિરાજ ! તમારી વાણીથી હું બહુ રાજી થ્યો છું. તમે આ નગરમાં રઈ જાવ. તમને મેડીબંધ મકાન આપીશ. ’ કવિના આનંદનો તો પાર ન રિયો. આ વાતને બે દિવસ થ્યા. કવિ તો હીરા જડેલ હાર અને મેડીબંધ મકાનની વાટ જુએ છે. અઠવાડિયું થ્યું, પણ રાજા તરફથી કાંઈ સમાચાર નથી. કવિ સભામાં જઈને રાજાને પૂછે છે. રાજાનો ઉત્તર હતો. ‘કવિરાજ ! તમારી કવિતામાં મને મજા આવી, અને મેં તમને જે ભેટની વાત કરી એમાં તમને મજા આવી. આમ આપણે સામસામી મજા લીધી. વાત થઈ પૂરી ! આમાં લેવાદેવાનું કાંઈ નો હોય ! કવિ સમજી ગ્યા કે આ તો કુપાત્રે કથા થઈ!
    Click here to Read More
    Previous Article
    રિયાધ એરપોર્ટ પર ફરી હુમલો, વિસ્ફોટો બાદ ખાલી કરાવાયું:24 કલાકમાં 225 ફ્લાઇટ્સ રદ; 20 દિવસમાં ચોથો હુમલો
    Next Article
    CJP રવિવારે ફરી વિરોધ પ્રદર્શન કરશે:શનિવારે દીપકે સહિત 7000 લોકોની અટકાયત; મેટ્રો સર્વિસ પર પ્રતિબંધ-પોલીસ એક્શનને લઈ રવિવારે સુપ્રીમમાં સુનાવણી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment