Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભ મુહૂર્તમાં માતાજીને ઘરે બોલાવો:હાથી પર સવાર થઈને આવશે માં, સુખ-સમૃદ્ધિની કામના સાથે વિધિવત ઘટસ્થાપનાં કરો; દશેરા સુધીનાં મુહૂર્ત નોંધી લો

    22 hours ago

    કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં, જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં... આવતીકાલ 11 ઓક્ટોબર 2026ને રવિવારથી નવદુર્ગાની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. વિ.સં.2082ના આસો મહિનાની શુક્લ પક્ષની એકમ તિથિ 10 ઓક્ટોબર 2026ની રાથે 09:19થી શરૂ થશે અને 11 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 09:31 સુધી રહેશે. જોકે, ઉદિત તિથિ 11 ઓક્ટોબરે હોવાથી શારદીય નવરાત્રિનો પ્રારંભ રવિવારથી થશે. આસો સુદ એકમના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધુતિ યોગ છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર અને દુર્ગા કલ્પતરું અનુસાર આ સમયે સ્થાપન ન કરી શકાય, તેમજ મત્સ્ય પુરાણ મુજબ રાત્રે પણ સ્થાપન ન કરવું જોઈએ, પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડીને સ્થાપન કરવું જોઈએ. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના એટલે કે કુંભ સ્થાપન કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ, જપ, અનુષ્ઠાન અને દેવીની આરાધના કરે છે. નવરાત્રિ દરમિયાન મંત્ર જાપ, ચંડીપાઠ, ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક તથા અથર્વશીર્ષના પાઠ કરવાની પરંપરા છે. સાધનામાં સિદ્ધ કરેલું દુર્ગા વીસો યંત્ર સ્થાપિત કરી તેની ઉપાસના કરવાનું પણ ધાર્મિક મહત્ત્વ છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ મુજબ, આ વર્ષે રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી માતાજીના આગમનનું વાહન ગજ (હાથી) માનવામાં આવે છે. લોકપરંપરા મુજબ ગજવાહનનું આગમન સારા વરસાદ, કૃષિ માટે અનુકૂળતા અને સમૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે. આ પણ વાંચોઃ ઘટસ્થાપનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવેઃ માહી અને દર્શન પટેલે પૂજાવિધિ કરી, આ પ્રયોગથી માતાજીની વિશેષ કૃપા રહેશે, જુઓ શાસ્ત્રોક્ત વિધિનો વીડિયો
    Click here to Read More
    Previous Article
    कॉकरोचों का ऐलान: 11 को फिर होगा मार्च, नहीं हटेंगे पीछे
    Next Article
    11 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકો પર સવારથી જવાબદારીઓ વધશે, મીન રાશિના જાતકોનો દિવસ સરળતાથી વિતશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment