Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કેન્ટીનમાં વાતો-રીલ્સ પર આલોચના છોડો, ગ્રાઉન્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે':સુરતમાં હર્ષ સંઘવીએ કહ્યું- વિદ્યાર્થીઓના વિચારો અને સોફ્ટવેર પ્રોટોટાઇપથી ગુજરાત પોલીસ કામ કરવા માગે છે

    1 day ago

    ગુજરાત સરકાર હવે રાજ્યના વિકાસ અને સુરક્ષા વ્યવસ્થામાં નવી પેઢી એટલે કે ‘Gen Z’ યુવાનોને માત્ર પ્રેક્ષક નહીં, પરંતુ સીધા જવાબદાર ભાગીદાર બનાવવા તરફ આગળ વધી રહી છે. સુરત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે આયોજિત સંવાદ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના યુવા વિદ્યાર્થીઓને વહીવટ તેમજ પોલીસિંગના અત્યંત જટિલ પ્રોજેક્ટ્સની કમાન સોંપવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નવી પેઢીના ઇનોવેટિવ આઇડિયા જ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને સ્માર્ટ અને આધુનિક બનાવી શકે છે. સરકાર આ યુવાનોની પ્રતિભાને નીતિ-નિર્માણ અને ગવર્નન્સમાં સીધી તક આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સંઘવીએ વિદ્યાર્થીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, કેન્ટીનમાં વાતો અને રીલ્સ પર આલોચના છોડો, સોશિયલ મીડિયા પર માત્ર ક્રિટિસિઝમ નહીં, ગ્રાઉન્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવા પડશે. તમામ CCTV એક જ ડેશબોર્ડ પર, ગુનેગારો માટે રાજ્યમાં છૂપાવું અશક્ય બનશે સુરતમાં યોજાયેલા ‘E-રક્ષક’ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સુરક્ષાને લઈને સૌથી મોટું વિઝન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણે લાગેલા CCTV કેમેરાને ઇન્ટિગ્રેટ કરીને એક જ કોમન ડેશબોર્ડ પર લાવવાનું તેમનું ડ્રીમ પ્રોજેક્ટ છે. આ સિસ્ટમ કાર્યરત થતાં જ ગુનેગારોની હિલચાલ પર રિયલ ટાઇમ નજર રાખી શકાશે. જો કોઈ ગુનેગાર સુરતમાં ગુનો આચરીને ભરૂચ કે અન્ય કોઈ જિલ્લામાં ભાગી છૂટશે, તો પણ સુરત પોલીસે ત્યાં સુધી દોડવું નહીં પડે; કેમેરા ઇન્ટિગ્રેશન અને ફેસ ડિટેક્શન દ્વારા તે ક્ષણભરમાં ટ્રેસ થઈ જશે. મોટી કંપનીઓની ટેન્ડર સિસ્ટમ પર પ્રહાર, કરોડોના ખર્ચ સામે સવાલ CCTV પ્રોજેક્ટ્સનું કામ સામાન્ય રીતે બહુરાષ્ટ્રીય અને મોટી એજન્સીઓને અપાતું હોય છે, જેના વલણ સામે હર્ષ સંઘવીએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓ દર ત્રણથી છ મહિને નવા મોડેલ્સ અને નવા કેમેરાના બહાને સરકાર સમક્ષ કરોડો રૂપિયાના નવા ટેન્ડર્સ રજૂ કરે છે અને સિસ્ટમને ખર્ચના ચક્રવ્યૂહમાં ફસાવી રાખે છે. આ આખી સિસ્ટમ બદલવા માટે જ રાજ્યના આઈટી અને એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ આગળ આવે તે જરૂરી છે. સરકાર વારંવાર કેમેરા બદલવાને બદલે અગાઉથી ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ સોફ્ટવેર-આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન લાગુ કરવા માંગે છે. ‘કંપનીઓ કેમેરા વેચશે, તમે સોફ્ટવેરથી સિસ્ટમ સુધારો’ યુવા હેકાથોનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોટી એજન્સીઓ દર થોડા મહિને નવા પ્લાન લઈને આવે છે અને હાર્ડવેર બદલવાના બહાને સિસ્ટમ ફસાવી રાખે છે. કંપનીઓ દરરોજ નવા કેમેરા અને મોડલ બતાવશે, પરંતુ અમે સોફ્ટવેર બેઝ્ડ સોલ્યુશન તરફ આગળ વધવા માગીએ છીએ. યુવાનો જ્યારે હેકાથોન થકી આવી સમસ્યાઓ ઉકેલે છે ત્યારે મોટી કંપનીઓની મોનોપોલી તૂટે છે. ગુજરાત પોલીસે કેમેરા ઇન્ટિગ્રેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે ₹51 લાખના રોકડ ઇનામ સાથે હેકાથોન શરૂ કરી છે, જેથી વિદ્યાર્થીઓ પોલીસ તંત્ર સાથે સીધા જોડાઈ શકે. નવા ઇનોવેશનમાં રિસ્ક લેવા સરકાર તૈયાર ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધતા યુવાનોને હિંમત આપતાં તેમણે કહ્યું કે, કોઈપણ નવો પ્રોજેક્ટ કે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં રિસ્ક રહેલું હોય છે, પરંતુ ગુજરાત સરકાર યુવાનોના આ રિસ્કમાં સત્તાવાર ભાગીદાર બનવા તૈયાર છે. તેમણે ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રિયલ અને સ્ટાર્ટઅપ પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઓફિસનું ભાડું હોય, નાણાકીય સહાય હોય કે પછી ઓપરેશનલ ખર્ચ હોય—સરકાર તમામ મોરચે યુવાનોને સહાય પૂરી પાડે છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ સબસિડી અને પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિદ્યાર્થીઓએ મેદાનમાં આવવું પડશે યુવાવર્ગને સીધી શિખામણ આપતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, સોશિયલ મીડિયાના યુગમાં માત્ર રીલ્સ જોઈને કે કોલેજની કેન્ટીનમાં બેસીને સરકારની આલોચના કરવાથી ઉકેલ નહીં આવે. વાસ્તવિક તકો શોધવા માટે સરકારી યોજનાઓ જાણવી પડશે. તેમણે એક સામાન્ય ઉદાહરણ આપતાં સમજાવ્યું કે, જો ટ્રાફિક સિગ્નલ પર ટેકનોલોજી દ્વારા માત્ર 15 સેકન્ડનો સમય બચાવી શકાય, તો પણ લાખો વાહનોનું કરોડો રૂપિયાનું ઇંધણ અને લોકોના કિંમતી કલાકો બચાવી શકાય છે. આ પ્રકારના ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે વિદ્યાર્થીઓએ મેદાનમાં આવવું પડશે. 13 યુનિવર્સિટી જોડાઈ, FIRથી લઈને સાયબર ક્રાઇમ સુધી વિદ્યાર્થીઓ કામ કરશે સુરત શહેર પોલીસે સામાન્ય પ્રજા અને પોલીસ બંનેની વાસ્તવિક મુશ્કેલીઓ જાણીને 9 થી 10 મુખ્ય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની 13થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને 6 થી વધુ રાજ્યોના ટેકનોલોજી નિષ્ણાતો જોડાયા છે. આગામી દિવસોમાં સાયબર ક્રાઇમ અટકાવવા, ઓનલાઇન એફઆઈઆર પ્રોસેસ સરળ બનાવવા, ગુનાખોરી ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવા મહત્ત્વના પાસાઓમાં ગુજરાત પોલીસ વિદ્યાર્થીઓના વિચારો અને સોફ્ટવેર પ્રોટોટાઇપ મુજબ આગળ વધશે. આ મોડેલ સફળ થતાં જ તેને સમગ્ર રાજ્યમાં પૂર્ણ કક્ષાએ લાગુ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણા તાલુકા પ્રમુખે આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો:ભૂલકાઓ વચ્ચે વિતાવેલી ક્ષણો સાથે સેવાભાવનો સંદેશ આપ્યો
    Next Article
    Sunil Gavaskar Identifies India's Big Mistake In 250-Run Chase By West Indies

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment