Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહમ્મદ શમીનું ટીમ ઈન્ડિયામાં કમબેક મુશ્કેલ- આકાશ ચોપરા:કોમેન્ટેટરે કહ્યું- તમામ સિલેક્ટર્સનો એક જ મત છે; ભુવનેશ્વરની પસંદગી બાદ ચર્ચા હતી

    4 days ago

    કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે મોહમ્મદ શમીનું ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું મુશ્કેલ છે. 49 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે અજિત અગરકર એકલા શમીની કમબેકના વિરોધમાં નહોતા. આ મુદ્દે તમામ સિલેક્ટર્સનો મત એકસરખો હતો. આકાશે શનિવારે પોતાની યુટ્યુબ ચેનલ પર વન-ડેમાં શમીનું સંભવિત કમબેક અંગે પણ વાત કરી. 36 વર્ષીય ભુવનેશ્વરને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સ્થાન મળ્યા બાદ શમીના કમબેક અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આકાશે કહ્યું- સિલેક્ટર્સ સાથે વાત કરી, તમામનો મત એકસરખો ચોપરાએ કહ્યું- ‘જો ભુવી પાછા આવ્યા છે, તો શું શમી પણ પાછા આવશે? જો આપણે એવું માનીએ કે એક વ્યક્તિ સૌને રોકી રહી હતી, તો આપણે પોતાની જાતને છેતરવી પડશે.’ તેમણે કહ્યું, ‘એવું નહોતું કે માત્ર તેઓ જ શમીને પસંદ કરવાની વિરુદ્ધમાં હતા અને બાકીના બધા તેમને પસંદ કરવા માંગતા હતા. આ શક્ય નથી, કારણ કે આ પાંચ સભ્યોની પસંદગી સમિતિ છે. મેં પસંદગીકારો સાથે વાત કરી છે અને બધાનો અભિપ્રાય એકસરખો છે.’ તેમણે આગળ કહ્યું, “એવું નથી કે ચેરમેને અચાનક કંઈક કહ્યું અને બાકીના બધા તેની સાથે સહમત થઈ ગયા.” ટીમ ઈન્ડિયાથી બહાર છે શમી મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2025માં રમી હતી. તે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો ભાગ હતો. તે મુકાબલામાં શમીએ એક વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણના ડૉ. જય ધ્રુવની IoT ડિવાઇસ ડિઝાઇનને પેટન્ટ મળ્યું:એક જ ઉપકરણથી તાપમાન, ભેજ સહિતનું મોનિટરિંગ થશે, શિક્ષણ-આરોગ્યમાં ઉપયોગી
    Next Article
    પીવી સિંધુ આર્કટિક ઓપન બેડમિન્ટનમાંથી બહાર:ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ખેલાડીએ હરાવી, મેન્સ ડબલ્સ જોડી પણ બહાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment