Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધુમાડો ફેલાતા ઉપરના માળે આવેલા મેટરનિટી વોર્ડમાં ગભરાટ:ગોધરા સિવિલના મેડિકલ સ્ટોરમાં આગ : દર્દીઓને વોર્ડમાંથી ખસેડ્યાં

    1 day ago

    ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરરૂમમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગતાં અફરાતફરી મચી હતી. ધુમાડો પ્રસરાતાં ઉપરના માળેથી 40થી વધુ સગર્ભા દર્દીઓને ખસેડ્યા હતા. હોસ્પિટલની ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ એક્ટિવ થતાં આગ વધતી અટકી હતી અને ફાયર ફાઇટરોએ કાબૂ મેળવ્યો હતો. આગમાં દવાઓનો જથ્થો ખાખ થઇ ગયો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલમાં જગ્યાનો અભાવ હોવાથી એક રુમમાં દવાનો જથ્થા અને બોટલોના બોક્સ ચિક્કાર ભરેલા હતા. લાખો રૂપિયાની દવાઓથી ભરેલા મેડિકલ સ્ટોર રૂમમાં શુક્રવારની વહેલી સવારે 3.20 વાગે અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉઠયા હતા. સિવિલમાં ધુમાડાના ગોટે વળતાં દર્દીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્ટોરની ઉપરના માળે મેટરનિટી વોર્ડ આવેલો હોવાથી સિવિલ સત્તાધીશોએ સાવચેતીના ભાગ રૂપે મેટરનિટી વોર્ડના 40 થી વધુ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડયા હતા. સિવિલ હોસ્પિટલમાં ફાયર સીસ્ટમ એકટીવ હોવાથી સ્ટોર રૂમમાં ધુમાડાથી ફાયર સીસ્ટમ ચાલુ થઇ જતા પાણીનો ફુવારો થતા આગ પ્રસરતી અટકી હતી.આગ લાગતા ફાયર વિભાગ અને પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.આ આગમાં દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. તમામ વોર્ડમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે સિવિલના દવાઓના સ્ટોર રૂમમાં આગ લાગતા દવાનો જથ્થાને ભારે નુકસાન થયું છે. હાલ સિવિલના તમામ વોર્ડમાં વિવિધ રોગની દવાનો જથ્થો ઉપલબ્ધ છે. સ્ટોરરૂમમાં દવાનો જથ્થો નાશ થતા વડીકચેરી ખાતે નવીન દવા મંગાવવા માટે વહેલીતકે લિસ્ટ મોકલી આપવામાં આવશે.તેમજ દર્દીને ચઢાવવા માટેના બોટલનો જથ્થો પણ હોવાથી હાલ કોઇ અગવડ પડશે નહિ.વહેલીતકે દવાનો જથ્થો આવી જશે. સુરેશભાઇ મછાર,અધિકારી, મેડીકલ સ્ટોર
    Click here to Read More
    Previous Article
    GIFT સિટીમાં MBAના વિદ્યાર્થીઓને બ્લૂમબર્ગ ટર્મિનલથી મળશે ગ્લોબલ માર્કેટની સમજ:શેરબજારના ડેટા અને માર્કેટ એનાલિસિસ શીખશે, સર્ટિફિકેટથી જોબની તક વધશે
    Next Article
    સ્પાની મહિલા કર્મચારીઓના આધાર પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવ્યા‎:ઈડરમાં અરોમા સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક, માલિક સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment