Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાધન સ્ક્રીન ટાઇમથી દૂર રહે:વડોદરાથી મુખ્યમંત્રી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ, ગત વર્ષના વિજેતાઓને ઇનામો એનાયત

    3 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતેથી ખેલ મહાકુંભ-2026નો ભવ્ય અને રંગારંગ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે યોજાયેલા વિશેષ સમારોહ દરમિયાન ખેલ મહાકુંભ-2025ના વિજેતા શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓ અને શ્રેષ્ઠ જિલ્લાઓને મુખ્યમંત્રીના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને ઇનામ અપાયા જેમાં શ્રેષ્ઠ શાળાઓમાં નોલેજ હાઇસ્કુલ નડિયાદ પ્રથમ સ્થાને રૂ. 50લાખ, ઊર્મિ સ્કુલ વડોદરા દ્વિતીય સ્થાને રૂ. 3 લાખ અને એસ.આર. હાઇસ્કુલ દેવગઢ બારીયા તૃતીય સ્થાને રૂ. 2 લાખના પુરસ્કારથી પુરસ્કૃત થઈ હતી. જિલ્લાઓમાં મહેસાણા ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન, ખેડા રનર્સઅપ અને અમદાવાદ સેકન્ડ રનર્સઅપ બન્યા હતા, જ્યારે મહાનગરપાલિકાઓમાં સુરત ઓવરઓલ ચેમ્પિયન, અમદાવાદ રનર્સઅપ અને વડોદરા સેકન્ડ રનર્સઅપ તરીકે વિજેતા જાહેર થયા હતા. 2026માં 76 લાખથી વધુ રમતવીરોનું રજીસ્ટ્રેશન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં વર્ષ 2010 થી ખેલે તે ખીલે અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભે રાજ્યમાં નવી રમતગમત સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. પ્રથમ ખેલ મહાકુંભમાં 16.5 લાખ રમતવીરો સામે વર્ષ 2026માં 76 લાખથી વધુ રમતવીરોનું રજીસ્ટ્રેશન નોંધાયું છે, જે રાજ્યના યુવાનોના ઉત્સાહનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે શક્તિદૂત યોજના, ખેલો ઇન્ડિયા અને ટોપ્સ એથ્લેટ્સ જેવી પહેલો દ્વારા ખેલાડીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સ્ક્રીન ટાઇમથી દૂર રહેવા સૂચના મુખ્યમંત્રીએ યુવાનોને સ્ક્રીન ટાઇમ અને નશાથી દૂર રહી મેદાન પર રમવા તથા ફિટ ઇન્ડિયા અભિયાનના દૂત બનવા આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે ખેલ મહાકુંભ થકી યુવાનોમાં હારને પચાવવાની અને જીતમાં અહંકારી ન બનવાની ખેલદિલી કેળવાય છે. તેમણે જાહેરાત કરી હતી કે રમતગમત વિભાગના બજેટમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે અને શક્તિ દૂત યોજના હેઠળ ખેલાડીઓની સંખ્યા 50થી વધારીને 500 કરવામાં આવી છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજન માટે ગ્રામીણ સ્તર સુધી ઉત્કૃષ્ટ સુવિધાઓ પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં સચિવ રાહુલ ગુપ્તાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મેયર, ધારાસભ્ય, કલેક્ટર સહિત વિશાળ સંખ્યામાં ખેલાડીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ, ગાંધીનગરથી યુવાનો દિલ્હી જાય તે પહેલાં જ નજરકેદ:આંદોલનમાં જવા નીકળેલા 100 જેટલા યુવાનોને પોલીસે ડિટેઇન કર્યા, અમદાવાદમાં પણ GEN-Z ભેગા થઈ વિરોધ કરશે
    Next Article
    લોન અપાવવાના બહાને 28.77 લાખની છેતરપિંડી:ખાનગી કંપનીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ, સર્વિસ ચાર્જ અને GSTના નામે પૈસા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment