Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃક્ષોને પાણી છાંટતા ટેન્કરને પાછળથી ટ્રકે ટક્કર મારી:બન્ને વાહનોના ચાલકના મોત, એક વ્યક્તિને ઈજા, રાધનપુર–પાલનપુર હાઇવે પર અકસ્માતથી અફરાતફરી મચી

    21 hours ago

    પાટણ જિલ્લાના રાધનપુર–પાલનપુર હાઇવે પર સીનાડ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. હાઇવે પર વૃક્ષોને પાણી છાંટવાની કામગીરી ચાલી રહી હતી. શ્રમિક પાણીના ટેન્કરથી વૃક્ષોને પાણી છાંટી રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે ટેન્કરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની બે તસ્વીર હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો ટક્કર એટલી ગંભીર હતી કે, ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જેમાં ટ્રક ચાલક અને ટ્રેન્કર ચાલકને ગંભીરઈજા પહોંચતા બન્નેના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ, 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અકસ્મતની જાણ થતાં રાધનપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. શ્રમિકોની સુરક્ષા સામે ઊભા થયા સવાલો હાઇવે પર વૃક્ષોમાં પાણી છાંટવા જેવી કામગીરી દરમિયાન વાહનોની અવરજવર વચ્ચે શ્રમિકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં, તે અંગે સવાલો ઊભા થયા છે. કામગીરીના સ્થળે બેરિકેડિંગ, ચેતવણીનાં ચિહ્નો અને અન્ય જરૂરી સુરક્ષા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં, તેની તપાસ થવી જરૂરી છે. હાઇવે પર માર્ગની જાળવણીની કામગીરી દરમિયાન શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ અકસ્માતે હાઇવે પર કામ કરતા શ્રમિકોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. મૃતકના નામ ઇજાગ્રસ્ત
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જરૂરિયાતમંદો માટે ‘જોય ઑફ ગિવિંગ’ અભિયાન:દિવાળી પહેલાં ઉપયોગી વસ્તુઓનું દાન કરવા અપીલ; 9 થી 11 ઓક્ટોબર દરમિયાન વસ્તુઓ એકત્ર કરાશે
    Next Article
    Bypolls Live: BJP To Sweep Assam, Bengal, Vijay's TVK Leads In Tamil Nadu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment