Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતવંશી નવનીતમ પિલ્લાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર:દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવામાં નેલ્સન મંડેલાની મદદ કરી

    12 hours ago

    નોર્વેની નોબેલ સમિતિએ 2026નો શાંતિ પુરસ્કાર ભારતવંશી નવનીતમ નાવી પિલ્લાઈને આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં પિલ્લાઈએ રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની વકીલ તરીકે મદદ કરી હતી. તેમને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા અને આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવશે. નાવી પિલ્લાઈનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં થયો હતો. નાવી પિલ્લાઈએ આંતરરાષ્ટ્રીય અદાલતોમાં કર્યું કામ પિલ્લાઈ દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં ન્યાયાધીશ રહ્યાં. તેમણે રવાંડામાં નરસંહાર સાથે જોડાયેલા કેસોની સુનાવણી કરનારી આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ કામ કર્યું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. રવાંડાના એક ઐતિહાસિક કેસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આ કેસમાં અદાલતે માન્યું હતું કે રેપ અને યૌન હિંસાને પણ નરસંહારનો અપરાધ ગણી શકાય. શાંતિનો નોબેલ સ્વિડનને બદલે નોર્વેમાં કેમ? નોબેલના બાકીના પુરસ્કારો સ્વિડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનો નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. આનું કારણ લગભગ 130 વર્ષ જૂનું છે. આ વ્યવસ્થા ખુદ અલ્ફ્રેડ નોબેલે પોતાની વિલ (વસિયતનામા)માં નક્કી કરી હતી. 1895માં લખેલી પોતાની વિલમાં નોબેલે નક્કી કર્યું હતું કે શાંતિ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સંસદ દ્વારા ચૂંટાયેલી સમિતિ કરશે. તે સમયે સ્વિડન અને નોર્વે એક જ રાજાના શાસન હેઠળ હતા, જોકે બંનેની પોતાની સંસદ અને અલગ રાજકીય વ્યવસ્થા હતી. નોબેલે એ નહોતું સ્પષ્ટ કર્યું કે શાંતિ પુરસ્કાર માટે તેમણે નોર્વેની જ પસંદગી કેમ કરી. નોબેલનું 1896માં અવસાન થયું અને 1901થી પુરસ્કારો આપવાની શરૂઆત થઈ. તે સમયે સ્વિડન અને નોર્વે એક યુનિયનમાં હતા. 1905માં બંને દેશો અલગ થઈ ગયા, પરંતુ નોબેલની વિલમાં શાંતિ પુરસ્કાર માટે નોર્વેને આપવામાં આવેલી જવાબદારી ચાલુ રહી. આ જ કારણસર આજે પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને અર્થશાસ્ત્રના નોબેલ સ્વિડનમાં, જ્યારે શાંતિનો નોબેલ નોર્વેમાં આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Are you going to Delhi?’ Gujarat Police detain, call and house arrest students, activists before protest
    Next Article
    સરપંચે TDO સાહેબને ખખડાવ્યા, VIDEO:ખાટલામાં સૂતાં-સૂતાં હકાભાએ ગુગલનાં જેમિનિ મેડમને ગોથે ચડાવ્યાં, ધગધગતી મશાલમાં પાટીલનો હાથ અડી ગયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment