Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યશસ્વી જયસવાલ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે:રણજી ટ્રોફીમાં મુંબઈના કેપ્ટન સિદ્ધેશ લાડે કહ્યું- તે ભારતીય ટીમ માટે વિકેટકીપિંગ કરવા માગે છે

    21 hours ago

    યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફી પહેલા વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે પોતાની રમતમાં નવી સ્કિલ ઉમેરવા પર કામ કરી રહ્યો છે. યશસ્વી રણજી ટ્રોફીમાં 11 ઓક્ટોબરે મુંબઈ માટે ચંદીગઢ સામે રમવા ઉતરશે. જયસ્વાલના વિકેટકીપિંગ પર મુંબઈના કેપ્ટન સિદ્ધેશ લાડે કહ્યું- ‘યશસ્વી વિકેટકીપિંગ શરૂ કરવા માટે ઘણી મહેનત કરી રહ્યો છે. મેં તેની પાસેથી આવું જ સાંભળ્યું છે.’ લાડે કહ્યું- 'તે મુંબઈ અથવા ભારતીય ટીમ માટે વિકેટકીપિંગ કરવા માગે છે. મને લાગે છે કે તેનો આ જ ટાર્ગેટ છે, પરંતુ મને તેની સંપૂર્ણ જાણકારી નથી.' જયસ્વાલે 10 ઓવર સુધી વિકેટકીપિંગ કરી યશસ્વીએ વિકેટકીપિંગ ગ્લવ્સ પહેરીને પ્રેક્ટિસ કરી છે. મુંબઈની એક પ્રેક્ટિસ મેચમાં તેણે આશરે 10 ઓવર સુધી વિકેટકીપિંગ પણ કર્યું. જયસવાલ અગાઉ પણ પોતાની લેગ-સ્પિનથી ટીમની મદદ કરી ચૂક્યો છે. જોકે, ભારત માટે તે મુખ્ય બેટર તરીકે જ રમે છે. બોલિંગ તેના નિયમિત રમતનો ભાગ નથી. વિકેટકીપિંગની પ્રેક્ટિસને તેની રમતમાં એક વધુ સ્કિલ્સ ઉમેરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. લાડે બોલ્યો- સતત પ્રેક્ટિસથી આદત બની જશે લાડે કહ્યું- ‘તેણે વિકેટકીપિંગની પ્રેક્ટિસ એટલા માટે શરૂ કરી છે, કારણ કે તે પોતાની રમતમાં કંઈક વધુ ઉમેરવા માગે છે.’ શાર્દૂલ ઠાકુર વિના રમશે મુંબઈ મુંબઈ માટે નવી સીઝન પહેલાં જયસ્વાલનું જોડાવું રાહતની વાત છે. ટીમ આ અભિયાનમાં ભૂતપૂર્વ કેપ્ટન શાર્દૂલ ઠાકુર વિના રમશે. ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ સીઝન પહેલાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. લાડે કહ્યું- તેણે ઊંચા સ્તરે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. યશસ્વી જેવા ખેલાડી સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાથી અમારા યુવા ખેલાડીઓને પણ મદદ મળશે.'
    Click here to Read More
    Previous Article
    गुरुग्राम में स्टेडियम बना हेलीपैड! 4 दिन तक खड़ा रहा CM का चॉपर; एथलीट नहीं कर सके प्रैक्टिस
    Next Article
    2026નું સાહિત્ય નોબેલ કેનેડિયન લેખિકા એન કાર્સનને મળ્યું:ગ્રીક-રોમન પરંપરાઓને નવા અંદાજમાં રજૂ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment