Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટની નોટિસ છત્તા ઉપસ્થિત રહ્યા નહીં:કન્ટેમ્પ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ પોલીસ પોલીસના કર્મચારીઓને કોર્ટમાં ઉપસ્થિત રહેવા હુકમ

    11 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં પાટણ પોલીસ સામે એક કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર આજે થયેલી સુનવણી ગુજરાત હાઇકોર્ટે નોટિસ પાઠવી છતાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સમક્ષ ઉપસ્થિત ન થતા, અરજદારે કોર્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. જેથી, કોર્ટે જવાબદાર પોલીસ કર્મચારીઓને આગામી 14 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા માટે હુકમ કર્યો છે. બે સમાજની તકરારમાં પોલીસે એક સમાજના લોકોને દંડ્યાનો આક્ષેપ આ કેસ મુજબ 18 માર્ચના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મામાં બે સમાજ વચ્ચે તકરાર સર્જાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા ચાણસ્મા LCB ઓફિસથી ST સ્ટેન્ડ સુધી 1 કિલોમીટર કરતા વધારે અંતર દરમિયાન એક સમાજના આરોપીઓને દોરડાથી બાંધી 30થી 40 પોલીસ ઓફિસર્સ અને કર્મચારીઓ દ્વારા જાહેરમાં પરેડ કરાવવાનો આક્ષેપ છે. એક સમાજનાં લોકોનું સરઘસ કાઢવાનો તેમજ જાહેરમાં લોકોની સન્મુખ લાકડી વડે અને પટ્ટાથી કથિત આરોપીઓને માર મારવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવ્યું છે. તેમજ જે ગુન્હો પુરવાર થયો નથી તેની જાહેરમાં માફી મંગાવા માટે પોલીસ દ્વારા બળ આચરવામાં આવેલ છે. આ કૃત્ય સુપ્રીમ કોર્ટના આદેશોના ભંગ અને DGPના આદેશનો ભંગ છે. આરોપીઓને નિર્વસ્ત્ર કરી માર મારવાનો પણ આક્ષેપ આ બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સમાજના ભોગ બનનાર યુવાન દ્વારા દાખલ કરવામાં આવેલ કન્ટેમ્પ અરજીમાં પાટણ પોલીસ અધિક્ષક, ચાણસ્મા Dysp , LCB ચાણસ્મા અને SOG પાટણ તેમજ ચાણસ્મા PI, PSI અને અન્ય કર્મચારીઓને જાહેરમાં માર મારવા માટે નોટિસ આપવામાં આવી છે. આ પરેડનો વીડિયો ગુજરાતની મીડિયા ચેનલોમાં આવ્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ ઉપરાંત આરોપીઓને નિર્વસ્ત્ર કરી પોલીસ મથકમાં માર મારવાનો પણ આક્ષેપ છે. પોલીસકર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ભોગ બનનાર યુવાને કોર્ટમા માંગણી કરી છે કે SP, Dysp ઉપરાંત બાકીના અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવે અને કન્ટેમ્પમા સમરી પ્રોસિડિંગમા કથિત આરોપીઓને મારવા માટે સરઘસ કાઢવા તેમજ મારીને નગ્ન કરવા બદલ પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકી સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ ચુકાદાના આધારે તત્કાલ ધોરણે 6 મહીનાની જેલની સજા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાટણના જિલ્લામાં ચાણસ્મામાં ગૌચર જમીન ઉપર એક સમાજના કુખ્યાત વ્યક્તિ દ્વારા ફાર્મ હાઉસ બંધાયું હતું. જેથી બીજા સમાજના લોકોએ આ ફાર્મ હાઉસ ઉપર હુમલો કર્યો હતો. ફાર્મ હાઉસના માલિકે અગાઉ જ પોલીસને જાણ કરી હુમલાની સંભાવના દર્શાવી હતી, તે મુજબ હુમલો પણ થયો હતો. પરંતુ હાજર પોલીસ કર્મચારીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ કર્મચારીઓને પાછળથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓથોરિટી ગેરકાયદેસર ફાર્મ હાઉસ પણ તોડી નાખ્યું હતું. હુમલો કરીને પોલીસને ભાગાડી તેની આબરૂ ખરાબ કરનાર આરોપીઓનું સરઘસ પાટણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'મુસ્લિમો ફ્રાન્સ પર કબજો કરી લેશે':ટ્રમ્પે નવો બોમ્બ ફોડ્યો, જેન-ઝીની જ્વાળાઓ વચ્ચે પેરિસ ભડકે બળ્યું, હજારો વિદ્યાર્થી જેલમાં, હિંસક આંદોલનથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
    Next Article
    'મારી સાથે આવી જા, તને પૈસા-શારીરિક સુખ આપીશ':મોટાભાઈએ નાનાભાઈની પત્નીને ફસાવવાનો પ્રયાસ કર્યો, શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment