Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદના કારણે હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી?:ટીમની કમાન સંભાળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ખુલાસો કર્યો, સો.મીડિયા પર કહી દિલની વાત

    14 hours ago

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં થયેલા મોટા ફેરફારો બાદ ડ્રેસિંગ રૂમમાં મતભેદ કે વિવાદની તમામ ચર્ચાઓ પર હવે સંપૂર્ણપણે વિરામ લાગી ગયો છે. હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડ્યા બાદથી જ ટીમના વાતાવરણને લઈને અનેક પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા હતા. ટીમની કમાન સંભાળ્યા બાદ સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરને લઈને એક અત્યંત ભાવનાત્મક મેસેજ શેર કર્યો છે. મંધાનાની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું છે. હરમનપ્રીત કૌરે પોતાના કેપ્ટનશિપ કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમાં વર્ષ 2025નો મહિલા વનડે વર્લ્ડ કપ ખિતાબ જીતવો અને સતત બે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાનો સમાવેશ થાય છે. જોકે, તાજેતરમાં હરમનપ્રીતે તમામ ફોર્મેટની કેપ્ટનશિપ છોડ્યા અને સ્મૃતિ મંધાનાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ બંને સિનિયર ખેલાડીઓ વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા હતા. આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્મૃતિ મંધાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હરમનપ્રીત કૌરની એક તસવીર શેર કરી. હરમનપ્રીત કૌર વિશે શું બોલી મંધાના? હરમનપ્રીત કૌરની તસવીર શેર કરતાં મંધાનાએ લખ્યું કે, તમારી સાથે આટલા વર્ષો સુધી રમવું અત્યંત સુખદ રહ્યું છે. તમારી કેપ્ટનશિપના 10 વર્ષ શાનદાર રહ્યા છે અને આપણે સૌ સાથે મળીને દેશ માટે આગળ પણ અનેક ગૌરવ હાંસલ કરવાનો પ્રયાસ કરીશું. મંધાના સામે મોટી જવાબદારી હરમનપ્રીત કૌરે સ્પષ્ટ કરી દીધું છે કે કેપ્ટનશિપ છોડવાનો અર્થ બિલકુલ એવો નથી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહી છે. હરમનપ્રીત આગળ પણ એક ખેલાડી તરીકે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી રહેશે અને નવા નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે મંધાનાને કેપ્ટન તરીકે જે પણ મુશ્કેલી આવશે તેમાં હરમનપ્રીત કૌર તેનો સંપૂર્ણ સાથ આપશે. સ્મૃતિ મંધાના માટે આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી કેપ્ટનશિપ જવાબદારી છે. આ પહેલાં મંધાના 18 T20 અને 4 વનડે મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી ચૂકી છે. આ ઉપરાંત મહિલા પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બે વખત ખિતાબ અપાવી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    DU Migration 2026: ABVP के प्रदर्शन के बाद DU ने बढ़ाई माइग्रेशन की डेडलाइन
    Next Article
    પ્રિયંકા રસ્તા પર સૂઈ ગયાં, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન:રાહુલ સહિત વિપક્ષી સાંસદોની અટકાયત, પોલીસ સ્ટેશન પહોંચતા પહેલાં પોલીસની બસનું ટાયર પંચર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment