Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન:પુત્રી જેનીબેને અગ્નિદાહ આપ્યો, અંતિમયાત્રામાં કોંગ્રેસ-ભાજપના નેતાઓ જોડાયા

    1 day ago

    અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા. વિરજી ઠુમ્મરની અંતિમયાત્રા સમયે પુત્રી જેનીબેન ભાવુક થયા હતા અને પિતાના છેલ્લા દર્શન કરી રડી પડ્યા હતા. જેનીબેને પુષ્પ અર્પણ કરી પિતાની અંતિમયાત્રાને કાંધ આપી હતી અને ધર્મરથમાં બેસી સ્મશાન સુધી પણ ગયા હતા. અંતિમયાત્રા વિરજી ઠુમ્મરના નિવાસસ્થાનેથી નીકળી હતી અને શહેરના માણેકપરા વિસ્તારથી બાયપાસ રોડ કૈલાશ મુક્તિધામ પહોંચી હતી. પુત્રી જેનીબેન પણ અંતિમયાત્રામાં સ્મશાન પહોંચ્યા હતા અને પિતાના અગ્નિસંસ્કારની વિધિમાં જોડાયા હતા.ઉપસ્થિત સૌએ બે મિનિટ મૌન અંજલિ આપી હતી. ત્યારબાદ પુત્રી જેનીબેને પિતાને અગ્નિદાહ આપ્યો હતો. કોંગ્રેસ-ભાજપ સહિતના નેતાઓ અંતિમયાત્રામાં જોડાયા વીરજી ઠુમ્મરની અંતિમયાત્રામાં ભાજપ નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી. દિગ્ગજ નેતાઓની શ્રદ્ધાંજલિ લાઈવ બ્લોગમાં જુઓ અપડેટ્સ :
    Click here to Read More
    Previous Article
    'રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલે, જેવી જેની માનસિકતા':જયેશ રાદડિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યું, કહ્યું-ચૂંટણી આવે ત્યારે ખેડૂતોના સર્ટિ.લેવા મેદાનમાં જાઉં છું
    Next Article
    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી, કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment