Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલે, જેવી જેની માનસિકતા':જયેશ રાદડિયાએ વિરોધીઓ પર નિશાન તાક્યું, કહ્યું-ચૂંટણી આવે ત્યારે ખેડૂતોના સર્ટિ.લેવા ચૂંટણી મેદાનમાં જાઉં છું

    7 hours ago

    રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યાર્ડમાં ખેડૂતોની સુવિધા માટે 12 કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્શન શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિઠ્ઠલભાઈના ખેડૂતો અને સહકારી ક્ષેત્ર માટેના આજીવન યોગદાનને યાદ કરી યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો આભાર માન્યો હતો. 'રાજનીતિમાં પાડી દેવાની વાતો ચાલે, પણ ખેડૂતોનો ભરોસો જીતવો મોટી વાત છે' આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "રાજનીતિમાં પાડી દેવાની વાતો સમયે સમયે ચાલતી હોય છે, પણ સહકારી ક્ષેત્ર અને ખેડૂતોનો ભરોસો જીતવો એ ખૂબ મોટી વાત હોય છે. ખેડૂતોના સર્ટિફિકેટ લેવા માટે જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે હું મેદાનમાં જાઉં છું. અમે જે કામ કર્યું છે તે કામને લઈને માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મત માંગવા માટે આવશું. 5 વર્ષ પહેલા અમુક આવ્યા હતા ચૂંટણી લડવા. જેઓને 1400માંથી 80 જ મત મળ્યા હતા. 50-60 મત તો ગાંડાને પણ મત મળે. મેં 5 વર્ષ પૂર્વે કહ્યું હતું કે, અમારી ટીમ પર વિશ્વાસ મૂકજો. લાગશે વાર પણ આવશે મજા." 5 વર્ષમાં યાર્ડમાં 60 કરોડના વિકાસ કાર્યો, ખેડૂતોને મળી સુવિધા માર્કેટિંગ યાર્ડની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા જયેશ રાદડિયાએ કહ્યું કે, 5 વર્ષ પહેલાં જ્યારે હું યુવાનોની નવી પેનલ માટે મત માંગવા ગયો હતો ત્યારે ખેડૂતોએ 98% મતોથી અમને વિજયી બનાવ્યા હતા. ચેરમેન જયેશ બોઘરાના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં યાર્ડમાં 60 કરોડના કામો થયા છે. ખેડૂતોનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે અલગ અલગ ઓક્શન શેડ બનાવવામાં આવ્યા છે. આજે ખેડૂતોને લાગે છે કે આ યાર્ડ પોતાનું જ છે અને અહીં તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. સહકારી માળખાને બિનરાજકીય અને પ્રામાણિકતાથી ચલાવવાનો દાવો સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ અંગે રાદડિયાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે અમે 100% મેદાનમાં હોઈશું. રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી કે માર્કેટીંગ યાર્ડ હોય, મારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે સહકારી માળખું બિનરાજકીય અને પ્રામાણિક રીતે ચાલે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં જાહેર થયું કે બેંકે રૂ. 280 કરોડથી વધુ નફો કર્યો છે અને વર્ષના અંતે 200 કરોડ ખેડૂતો અને મંડળીઓને રિટર્ન આપ્યા છે. ખેડૂતો માટે 0% લોન અને 15 લાખનો અકસ્માત વીમો વિઘ્નસંતોષીઓ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા જયેશ રાદડિયાએ ઉમેર્યું હતું કે, બેંકના ચેરમેન તરીકે મેં હંમેશા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કામ કર્યું છે. ખેડૂતોને 0% વ્યાજે લોન અને 15 લાખ રૂપિયાની અકસ્માત વીમા પોલીસી આપવામાં આવે છે. અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ ખેડૂતો સુધી પરિણામ પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. 5 વીઘા કે 10 વીઘા જમીન ધરાવતા નાનામાં નાના ખેડૂતને પણ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને અમારા સહકારી માળખા પર પૂરો ભરોસો છે.
    Click here to Read More
    Previous Article
    How Saudi Arabia Became the Most Powerful Country in Middle East | MBS
    Next Article
    નાહવા પડેલા 2 યુવક ડૂબ્યા, બન્નેના મૃતદેહ મળ્યા:વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલના તીવ્ર પ્રવાહમાં તણાતા દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment