Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠ એમ.એન. હાઇસ્કૂલના બે વિદ્યાર્થીઓ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ટોપ ફાઈવમાં:પરમાર સાહિલ દ્વિતીય અને સથવારા ભવ્ય ચતુર્થ ક્રમે; બંનેની રાજ્યકક્ષા માટે પસંદગી

    20 hours ago

    ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે રુચિ વધારવા સ્પર્ધાઓ યોજાય છે. આ અંતર્ગત પાટણના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં પાટણ જિલ્લાની 25 શાળાઓના લગભગ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણના ધોરણ-11 સાયન્સના વિદ્યાર્થીઓ પરમાર સાહિલ રાજેશભાઈ અને સથવારા ભવ્ય ભરતભાઈએ શિક્ષક રમેશભાઈ વાગડિયાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો. બંને વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું. પરમાર સાહિલ રાજેશભાઈએ બીજો અને સથવારા ભવ્ય ભરતભાઈએ ચોથો ક્રમ મેળવ્યો. આ સાથે બંનેની રાજ્યકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા માટે પાટણ જિલ્લાની ટીમમાં પસંદગી થઈ છે. તેઓ હવે રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને શાળા પરિવારે વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક રમેશભાઈ વાગડિયાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    ઇમ્પેક્ટ ફીચર:DABASIA INVESTMENT ના વિજય ડબાસિયા ICICI Prudential MF ની નવીનતમ રજૂઆત 'કોન્ટ્રા ફંડ' (Contra Fund) વિશે વાત કરે છે
    Next Article
    એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરાશે:લોખંડી પુરુષની 151મી જન્મજયંતીએ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment