Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં નિરામય કેમ્પ દ્વારા આરોગ્ય સેવાઓ પહોંચાડાઈ:ભિલોડાના ભાણમેરમાં મનરેગા સાઈટ પર કામદારોની આરોગ્ય તપાસ કરાઈ

    10 hours ago

    અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નાગરિકોને નજીકના સ્થળે આરોગ્ય સેવાઓ મળે તે માટે આરોગ્ય વિભાગે નિરામય કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પ ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં આવેલી મનરેગા રાહત સાઈટ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર-ભાણમેરના સ્ટાફ દ્વારા કરાયો હતો. કેમ્પમાં મનરેગા કામદારો અને સ્થાનિક લોકોને બિનચેપી રોગો (NCD)ની વહેલી ઓળખ માટે તપાસવામાં આવ્યા. તેમાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી જરૂરી તપાસ કરાઈ હતી. તપાસણીમાં જોખમ ધરાવતા લોકોને આરોગ્ય માર્ગદર્શન અપાયું અને જરૂર મુજબ વધુ સારવાર માટે જોડવામાં આવ્યા. તેમને સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય આહાર, નિયમિત કસરત અને બિનચેપી રોગોથી બચવા વિશે પણ શીખવવામાં આવ્યું. કેમ્પમાં તપાસ પછી જરૂરિયાત મુજબ દવાઓ પણ વહેંચવામાં આવી. આ પ્રયાસથી મનરેગા કામદારો અને સ્થાનિક નાગરિકોને તેમના કાર્યસ્થળ નજીક જ પ્રાથમિક આરોગ્ય સેવાઓનો સરળતાથી લાભ મળ્યો.
    Click here to Read More
    Previous Article
    પાટણની આર્ટ્સ કોલેજ 37મા યુથ ફેસ્ટિવલમાં ચેમ્પિયન બની:104 કોલેજના 1600થી વધુ સ્પર્ધકો વચ્ચે 7 સ્પર્ધામાં જીત મેળવી ટ્રોફી જીતી
    Next Article
    Possibility of adding a new chapter in history | ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરાવાની શક્યતા | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment