Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્લીમાં પીએમ મોદીનું સંબોધન શરૂ:દેશભરમાંથી કાર્યકર્તાઓ વર્ચ્ચુઅલી કાર્યક્રમ નિહાળી રહ્યા છે, વડનગરમાં સેવા જ્યોતિ યાત્રાનું સમાપન

    1 day ago

    વડાપ્રધાન મોદીએ બુધવારે દિલ્હીના શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આજે તેમના જાહેર જીવનમાં તેમના 25 વર્ષ પૂર્ણ થયા છે; એટલે કે, છેલ્લા 25 વર્ષથી તેઓ કોઈને કોઈ મહત્વપૂર્ણ પદ પર રહ્યા છે.ત્યારબાદ, વડાપ્રધાન દેશભરના પક્ષના કાર્યકરો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરશે. તો આ તરફ વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે યોજાયેલી 'વારાણસીથી વડનગર સેવા જ્યોતિ યાત્રા'નો સમાપન કાર્યક્રમ આજે મોદીના વતન વડનગરમાં યોજાનાર છે. આ મુખ્ય કાર્યક્રમ વડનગરમાં સાંજે 4 વાગ્યે યોજાશે. જ્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શહેર ભાજપના નેતાઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ત્યાં પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પશ્ચિમ બંગાળના મંત્રી અજય પોદ્દાર પણ ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રારંભ થયેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો આજે 7 ઓક્ટોબરે વડનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને માતૃભૂમિ વડનગરને જોડતી આ સેવા યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના સંગમ સમાન બની રહેશે. આ સમાપન સમારોહ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો તથા ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. વડનગર સ્થિત સાતસો સમાજની વાડી ખાતે સાંજે 4 કલાકે આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભામાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે. વિશાળ ડોમ, 20 હજારથી પણ વધુ લોકો બેસી શકશે હાલમાં આ ભવ્ય કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને ગઈકાલે આખરી ઓપ અપાયો હતો. વિશાળ ડોમની અંદર અંદાજે 20 હજારથી પણ વધુ લોકો બેસી શકે તેટલી ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે સાતસો સમાજની વાડી ખાતે સતત બેઠકોનો દોર યોજાયો હતો. વૃક્ષારોપણ, ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ની મુલાકાત બપોરે 12:30 કલાકે તમામ બાઇકર્સ વડનગર સાયન્સ કોલેજ ખાતે એકત્રિત થઈને સામૂહિક વૃક્ષારોપણ કરશે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે. વૃક્ષારોપણ બાદ તેઓ વડનગરના ભવ્ય ઈતિહાસ અને પ્રાચીન અસ્મિતાની ઝાંખી કરાવતા ‘એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ’ (અનંત અનાદિ વડનગર)ની મુલાકાત લઈને વડનગરના ભૂતકાળથી માહિતગાર થશે. મુખ્ય સમાપન સમારોહ સાતસો સમાજની વાડીમાં યોજાશે ત્યારબાદ તમામ અતિથિઓ અને સ્થાનિક નગરજનો સાતસો સમાજની વાડી ખાતે યોજાનાર મુખ્ય સમાપન સમારોહમાં હાજરી આપશે અને એક સભા યોજાશે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ગઈકાલે જ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    LIVE: दिल्ली के इंदिरा गांधी स्टेडियम पहुंचे पीएम मोदी, कुछ ही देर में राष्ट्र को करेंगे संबोधित
    Next Article
    એક્ટિવા સવાર માતા-પુત્રીને અકસ્માત નડ્યો:માતાને માથાના ભાગે ગંભીર ઇજા, ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા જતા રોડ પર કાર મૂકી ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment