Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરમાં પ્રેમસંબંધની શંકાએ યુવક પર છરીથી હુમલો:ગામના શખ્સે રિક્ષામાં બેઠેલા યુવક પર છરીથી હુમલો કરી પિતરાઈ ભાઈને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી; સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

    13 hours ago

    ​જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે પ્રેમસંબંધની શંકાના અદાવતમાં એક ગંભીર મારામારી અને હુમલાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છે.રાત્રે આશરે પોણા નવેક વાગ્યાના સુમારે વિજાપુર ગામના ગ્રામ પંચાયત પાસે શિવ પાન નજીક આ બનાવ બન્યો હતો. ફરિયાદી પાર્થ સુરેશભાઈ સરવૈયા (ઉ.વ. 24) પોતાની રિક્ષામાં પેસેન્જર મૂકીને બેઠા હતા, તે દરમિયાન તેમની સાથે રિક્ષામાં સાહિલ દિનેશભાઈ જાદવ પણ હાજર હતા. તે વેળાએ ગામના જ સાગર ભનુભાઈ વાળા નામના શખ્સે ત્યાં આવીને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને 'આજે આ છરી કોઈને મારવી છે' તેમ કહી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો. ​આ દરમિયાન ત્યાં સાહિલનો ભાઈ રવિ પણ આવી પહોંચ્યો હતો અને તેણે સાગરને પૂછપરછ કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ તકે ફરિયાદી પાર્થ ત્યાં હાજર હોવાથી આરોપી સાગરે આવેશમાં આવીને સીધો તેમના માથામાં કપાળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે પાર્થને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. આ સમયે નજીકમાં જ આવેલી દુકાને માવો ખાવા આવેલા પાર્થના પિતરાઈ ભાઈ મહેશ મનસુખભાઈ સરવૈયા આ ઝઘડો જોઈ જતા તરત જ પાર્થને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. આરોપી સાગરે મહેશ પર પણ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા મહેશે બચાવ કરવા માટે છરી પકડી લીધી હતી, જેના લીધે મહેશના જમણા હાથની આંગળીઓમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. ​હુમલો કર્યા બાદ આરોપી સાગર ભનુભાઈ વાળાએ બંને ઇજાગ્રસ્તોને ધમકી આપી હતી કે, તમે લોકો સાહિલ તથા રવિને મારા વિશે ચઢામણી કરો છો અને જો હવે પછી આવું ક્યારેય કહેશો તો તમને બંનેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ હુમલાની ઘટનાને પગલે વિજાપુર ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તો પાર્થ સુરેશભાઈ સરવૈયા અને મહેશ મનસુખભાઈ સરવૈયાને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાર્થને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે જ્યારે મહેશના હાથની આંગળીઓમાં પણ ઘણા ટાંકા આવ્યા છે અને હાલ બંનેની સારવાર ચાલી રહી છે. ​આ સમગ્ર બનાવ પાછળનું મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે આરોપી સાગર ભનુભાઈ વાળાને ફરિયાદીના મિત્ર સાહિલ દિનેશભાઈ જાદવની ભાભી સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ તેના પરિવારના સભ્યોને થઈ ગઈ હતી. આરોપીને એવી શંકા હતી કે આ બધી બાબતો ફરિયાદી પાર્થે જાહેર કરી દીધી છે, જેનું ભારે મનદુઃખ રાખીને તેણે આઘાતજનક પગલું ભર્યું હતું. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સાગર ભનુભાઈ વાળા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ સઘન રીતે હાથ ધરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ગામના લોકોના નિવેદનો નોંધીને કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના કતારગામમાં જૂથ અથડામણ:એક જ સમાજના બે પક્ષો લાકડા-પથ્થરો લઈને સામસામે આવી ગયા, વીડિયો વાયરલ થતાં 3ની અટકાયત
    Next Article
    રંગોળી સ્કેન કરો અને સરકારી યોજના જાણો:સેવા સંકલ્પ રંગોળી સ્પર્ધામાં ગીતાના સ્લોકથી પ્રેરિત રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment